SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે નીચે પ્રમાણે લેખ છે. સંવત્ ૧૬૩ વર્ષે મેઢ માસે ૨૪ દ્રિને શ્રીમન્નેનીશ્વર જિનાલય: ઋરિતા વળી, બીજા સ્તંભમાં આ પ્રમાણે કોરેલું છે કે સંવત્ ૧૬૩૧ વર્ષે પ્રતિષ્ઠા વારિતારા ત્રીજા સ્તંભમાં લખે છે કે સં૧૩૩૫માં મંદિરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો.” (૪) મોહનલાલ દલીચંદ દેશાઈ (જૈન સાહિત્યનો, મુંબઈ ૧૯૩૨, પરિચય. પૃ. ૧૪૫) નેમિનાથ મંદિરના ઉપલક્ષમાં નોંધે છે કે “એક થાંભલા પર સંત ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪માં દેવાલય સમરાવ્યું એમ લખે છે.” (૫) આ બધી ગેરસમજણનું મૂળ બર્જેસની મૂળ નોંધ પૂરી ન સમજવાને કારણે ઉપસ્થિત થઈ છે. (થોડોક ગોટો તો ખુદ બર્જેસે પણ વાળ્યો છે !) ( gz Report on Antiquities., p. 166; cf. also his Visit to Somnath, Girnar in May 1869, Reprint Varanasi 1976, p. 38.) બર્જેસ ત્યાં લખે છે: “The largest temple is that of Neminatha......and bears an inscription on one of the pillars of the mandapa, stating, that it was repaired in A. D. 1278.” The temple is of very considerable age,.....”(Infra) “It bears on two of the pillars of the mandap inscriptions dated 1275, 1281, and 1278, relating to donations of wealthy Sravakas for the daily worship of the Jina.” બર્જેસ અને કઝિન્સ નેમિનાથ જિનાલયના ઉપર કથિત સાલોવાળા, નેમિનાથ જિનાલયના સ્તંભોવાળા સંદર્ભગત ત્રણે લેખોની વાચના સભાગ્યે પ્રકાશિત કરી છે. (Revised List., pp 352-353). તદનુસાર લેખોની મિતિઓ નીચે મુજબ છે : () સં. ૧૩૩૩ વર્ષે જયેષ્ઠ વદિ ૧૪. (વ) સં. ૧૩૩૫ વર્ષે વૈશાખ સુદિ ૮. (૧) સં. ૧૩૩૯ વર્ષે જયેષ્ઠ સુદિ ૮. આ સિવાય પટ્ટશાલાના સ્તંભ પર પણ એક લેખ છે. () સં. ૧૩૩૪ વૈશાખ વદિ ૮. આધુનિક જૈન લેખકો જેને સંત ૧૧૧૩ વર્ષનો જેઠ માસ ૧૪નો લેખ માની બેઠા છે તે ઉપર્યુક્ત સં. ૧૩૩૩નો જયેષ્ઠ વદિ ૧૪નો જ લેખ છે! તેમાં નેમીશ્વર જિનાલય કરાવ્યાની વાત હોવાને બદલે ખરતરગચ્છીય જિનપ્રબોધસૂરિના ઉપદેશથી ઉચ્ચાપુરીના શ્રાવકોએ નેમિનાથની પૂજાદિ અર્થે કરેલાં ધન-દાનનો ઉલ્લેખ છે ! વળી જે લેખને તેઓ સં. ૧૧૩પનો ઘટાવે છે તે વસ્તુતયા સં. ૧૩૩પનો છે, અને તે પણ પ્રતિષ્ઠાને બદલે ધવલક્કક(ધોળકા)ના શ્રાવક બિલ્ડણે નેમિનાથની પૂજાથે કંઈ દાન આપ્યું હશે તેની નોંધ લેતો (ખંડિત) લેખ છે. જેને સં૧૧૩૪માં મંદિર સમરાવ્યાનો લેખ માન્યો છે તે સં. ૧૩૩૪નો, દક્ષિણ તરફની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy