SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ’ ચડતાં પહેલી ‘ઊસવાલ (ઓસવાળ) સોની ‘પદમ'ની ‘પરવ' (૫૨બ), બીજી આવે ‘પોરવાડ’વાળાની, તે પછી ‘હાથી વાંક’માં ‘રાયણ વૃક્ષ’ નીચે વિશ્રામી, ત્રીજી ‘ધુલિ પરવ’ તે ‘ધલોડ નાયક’ની, તે પછી ‘માંકડકુડી’ પાસે ‘માલીપરબ (માળી પરબ)’ જવાનું. (૯-૧૧). તે પછી સાપણની વાંકીચૂંકી વાટડીએ આગળ વધતાં ‘સિલખડકી’ અને તે પછી બીજી ખડકી આવે : (૧૨). ને ત્યાર બાદ પાંચમી ‘સુવાવડી'ની પરબ. ને ત્યાંથી જમણા હાથ તરફ ‘સહસવિંદ ગુફા’ હોવાનું કવિ-યાત્રી નોંધે છે. (૧૩). તે પછી આગળ ચાલતાં ડાબી જમણી બાજુ ‘તોરણો’ અને ‘આંચલીયા પ્રાસાદ’ (અંચલગચ્છીય જિનાલય) નજરે પડવા માંડે છે. આ પછી પહેલી ‘પોળ’ અને બીજી ‘પોળ’નો ઉલ્લેખ કરે છે. (૧૪-૧૫). આ પછી યાત્રાકાર તીર્થનાયક ભગવાન નેમિનાથને દેરે પહોંચે છે. અને ત્યાં છત્ર સાથે ચામર ઢાળતાં પંચશબ્દ-વાદિત્ર વગાડતા સંઘવી પ્રવેશે છે અને ભુંગલ-ભેરિના ગગનભેદી નાદ, ઢોલ-દર્દરના હડહડાટ, ને ત્યાં વાગતા ‘નિસાણ’ અને કન્યાઓ દ્વારા ગવાતા ધવળમંગળનો કાવ્યમય ભાષામાં ઉલ્લેખ કરે છે : (૧૬). ૨૭ સૌ પહેલાં ‘મેલાસાહ'ની દેહરીમાં ‘જિનધર્મનાથ'ને નમી, (પશ્ચિમ બાજુના) ‘મૂળદ્વાર'ની સામે રહેલ ‘સવાલાખી ચુકીધાર’—જેમાં ‘વસ્તિગે’ (‘વસ્તુપાળે’) સ્થાપેલ— ‘નેમીસર’ના બિંબને વાંદી, ‘પાર્શ્વનાથ’ની દેહરી (વસ્તુપાળ કારિત સ્તંભનપુરાવતાર)ને પ્રણમી (મૂળનાયકના મંદિરમાં પ્રવેશે છે) : (૧૭). ‘નેમિનાથ’ને નિહાળ્યા બાદ ‘તોરણ’ વધાવી, દાન દઈ, ‘પાઉમંડપ’ (પાદુકા મંડપ) આવી, (ત્યાંથી) ‘નેમિનાથ'ને શિરસહ નમી, ત્રણ વાર બાર ધરાવતા (‘ગૂઢમંડપ’વાળા) પ્રાસાદને પ્રદક્ષિણા દઈ, (ફરીને) દાન દઈ, વિવિધ ફળફૂલ સાથે (ફરીને) ‘જિન’ને ભેટવાની વાત કરે છે : (૧૮). તે પછી અધુકળે પગે (‘નેમિનાથ’) દેવની પૂજા કરી જેથી માનવ જનમ સફળ થાય, પછી ‘ગજપદકુંડ’માં સ્નાન કરી ધોઈ કરી (ફરીને નેમિનાથના) પ્રાસાદે આવ્યા અને ન્હાવણ-મહોત્સવ કરી, કેસર-ચંદનની અર્ચના કરીએ તેમ કવિ કહે છે : (૧૯). તે પછી ‘અગર’ની પૂજા રચી ‘રતન’ (‘રત્ન શ્રાવક’) દ્વારા સ્થાપિત ‘નેમીસ૨’ની સેવા કરી, ‘ભમતી’માં ચૈત્ય પરિપાટી કરી, ‘રંગમંડપ’(ગૂઢમંડપ)માં રહેલ જિણવરને પૂજી, ધરમશાળાના મંદિરમાં વંદના દઈ, પછી ‘અપાપામઢ' જઈએ તેમ યાત્રી-કવિ ઉમેરે છે : (૨૦). (આ ‘અપાપામઢ’માં) ગઈ ચોવિસી, (બીજા) સાત તીર્થંકરને પૂજી પાપક્ષય કરી, આઠમું (નેમિનાથનું) બિંબ બપ્પભટ્ટિસૂરિએ ત્રંબાવતી(ખંભાત)માં (મંત્ર બળે આકર્ષી) (અભિગ્રહ ધારણ કરેલ) આમરાજને વંદાવેલ (તે અહીં ગિરનાર પર લાવેલ બિંબને નમી), Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy