________________
જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે
આ ફલશ્રુતિ તત્ત્વાર્થમાં સાચી હોય તો એને જૂનાગઢના ઇતિહાસને અજવાળતું એક નોંધપાત્ર તથ્ય ગણી શકાય પરંતુ શ્રી અત્રિના નિર્ણયોને સ્વીકારતાં પહેલાં તેના ઉપલક પરીક્ષણથી ઊભા થતા કેટલાક પ્રશ્નોના સંતોષપ્રદ ખુલાસા મેળવવા જરૂરી બની રહે છે. પ્રશ્નમાલા આ પ્રમાણે રચી શકાય :
૧) “જૂનાગઢ' સંજ્ઞાનો પ્રયોગ બતાવતા જૂનામાં જૂના ઉત્કીર્ણ લેખો તેમ જ વાડ્મયનાં પ્રમાણો કયાં છે અને કેટલાં મળે છે : ઈસ. ૧૩૫૦ પહેલાનાં ખરાં?
૨) એ જ પ્રમાણે “જીર્ણદુર્ગ” અભિધાનના ઉલ્લેખો કેટલા પ્રાચીન મળે છે : ‘જૂનાગઢ” માટે ઈ. સ. ૧૩૫૦ પહેલાં “જીર્ણદુર્ગ” એ સંજ્ઞા પ્રચારમાં હતી કે નહીં?
૩) “જૂનાગઢ' સંજ્ઞા “સુલતાન મહંમદ જૂના પરથી પડી આવી છે કે “જીર્ણદુર્ગ”નું જ એ તદર્થભૂત તળપદું રૂપાંતર છે.
( ૪) ‘ઉગ્રસેનગઢ' કે “ખેંગારગઢ'નું “જૂનાગઢ' (કે પછી “જીર્ણદુર્ગ) સાથે સમીકરણ થઈ શકતું હોવાનું સીધું પ્રમાણ છે કે નહીં ?
આ સવાલોના હાર્દ વિશે વિચારતાં અને ઉપલબ્ધ સાધનોના પરીક્ષણથી પ્રાપ્ત થતા જવાબો હવે ક્રમબદ્ધ જોઈ જઈએ.
૧) લભ્ય અભિલેખોમાં (મને ખ્યાલ છે ત્યાં સુધી) “જૂનાગઢ” રૂપ મળી આવતું નથી. મધ્યકાલીન અભિલેખો તથા સંસ્કૃતમાં જ રચાતા અને વાકય કે પદરચના માટે તદ્ભાષાની પ્રકૃતિને લક્ષમાં લેતાં “જૂનાગઢ' શબ્દ લોકજીભે ચાલતો હોય તોપણ, ત્યાં “જીર્ણદુર્ગ કે ‘જીર્ણપ્રાકાર' જેવું રૂપ જ વાપરવું સુસંગત, ઔચિત્યપૂર્ણ, ઇષ્ટ ગણાય; પણ સંસ્કૃતેતર વાય—પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ સાહિત્યમાં–આવું બંધન ન હોઈ શકે, ને ત્યાં જૂનાગઢ' અભિધાન મળી આવે છે કે નહીં, અને હોય તો આવા સંદર્ભો કેટલા પ્રાચીન છે તે વિશે તપાસ ધરતાં મને બે જૂના ઉલ્લેખો હાથ લાગ્યા છે. તેમાં પહેલો ખરતરગચ્છીય ઉપાધ્યાય વિનયપ્રભની ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં રચાયેલી જૂની ગુજરાતી “તીર્થમાળાસ્તવન"માં" :
નવકારઉ નમઉ સિરિપાસ મંગલકરુ મંગલપુરે હિ | વીરહ એ વલણથલીયંમિ જુનઇગઢિ સિરિપાસ પહુ / ચડિયલ એ ગિરિગિરનારિ દીઠઉ નયણિહિ નેમિજણ .
નાથી એ ભવસય પાવુ જગગુરુ જાગિઉ પુત્રગણુ // ૨૦ળી. આમાં મંગલપુર(માંગરોળ-સોરઠ)ના શ્રી પાર્થ, વઉણથલી (વંથળી-સોરઠ)ના શ્રી વીર, જૂનઈગઢ (જૂનાગઢ)ના શ્રી પાર્શ્વ, અને ગિરનારી શ્રી નેમિનાથને વાંઘાની નોંધ છે.
બીજો ઉલ્લેખ રજૂ કરીશ એ કાળથી એક સદી બાદના (રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય) શ્રી જિનતિલકસૂરિના જૂની ગુજરાતીમાં રચાયેલ “ચૈત્યપરિપાટી સ્તવન”માંથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org