SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પાર્શ્વજિનેશ્વરના ચૈત્યની રચના કરાવી. ત્યાં વલાનકમાં ગજરૂઢ, રજતપુષ્પમાલાધારી માતા કુમારદેવીની પ્રતિમા મુકાવી. નગર ફરતો વિવિધભંગી વપ્ર (દુર્ગ) કરાવ્યો. રેવોર્સંગમે (વરધવલના નામથી ?) વીરેશ્વર દેવનું મંદિર કરાવ્યું. કુંભેશ્વર તીર્થમાં સંપસ્વી મંડપ કરાવ્યો. અત્યારે તો ડભોઈમાં વૈદ્યનાથ મહાદેવ કે પાર્શ્વનાથના મંદિરનો પત્તો નથી. વૈદ્યનાથ મંદિર સામે જે જૈનમંદિર હશે, કદાચ તેના અવશેષો ત્યાંના મહાલક્ષ્મીના નવા મંદિરમાં વપરાયા લાગે છે. ત્યાં લલાટબિંબ તરીકે દ્વારશાખામાં જિનમૂર્તિ છે. ડભોઈના કિલ્લાનાં ત્રણ દ્વારોનાંદોદ, વડોદરા, અને મહુડી–તેજપાલે બંધાવેલાં લાગે છે; જ્યારે પૂર્વ તરફની ગઢકાળિકાના મંદિરવાળી હીરાભાગોળ તો ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર વીસળદેવ વાઘેલાએ ઈ. સ૧૨૫૩માં બંધાવી છે. કલાની દૃષ્ટિએ આ ધારો કેવળ ગુજરાતના જ નહીં, સારાયે ભારતના ગૌરવ સમા છે. (૩૦) પાવકગિરિ પાવાગઢ પર તેજપાલે અહંતદેવ(સંભવનાથ)નો ગજાથનર પીઠાંક્તિ સર્વતોભદ્રપ્રસાદ (ચૌમુખ પ્રાસાદ) તેમ જ આદિજિનેશ, અજિતનાથ, અને અર્બદનાગનાં મંદિરો કરાવ્યાં. નેમિનાથ અને અંબિકાનાં મંદિરોનો ઉદ્ધાર કર્યો. પાવાગઢનાં આ તમામ મંદિરો સર્વથા નષ્ટ થયાં છે. એના પર રહેલાં સાત જૈન મંદિરો તો ૧૫મી શતાબ્દીના અને પૂર્વ તરફનાં ઝૂમખાનાંઓ હવે દિગંબર સંપ્રદાયના કબજામાં આવી ગયાં છે. ' (૩૧) સ્તંભનક શેઢી નદીને કિનારે, થાંભણામાં, સ્તંભન પાર્શ્વનાથનું પ્રાચીન પ્રતિભાવાળું મંદિર હતું. એના શિખર પર વસ્તુપાલે કાંચનકુંભ અને દંડ મુકાવ્યાં, એના ગૂઢમંડપમાં નાભેય અને નેમિનાથની, અને જગતીમાં સરસ્વતીની પ્રતિમા કરાવી. મંદિર ફરતો નગાકાર પ્રાકાર કરાવ્યો. વાપીનો ઉદ્ધાર કરાવી બે પ્રપા કરાવી. (૩૨) સ્તંભતીર્થ ગુજરાતમાં અણહિલવાડપાટણ પછીનું સૌથી મોટું જૈન કેન્દ્ર તો હતું ખંભાત. અહીં સચિવેશ્વર વસ્તુપાલે મોકળે મને સદ્ધર્મકૃત્ય કર્યા છે. અહીં પોતાની પત્નીના કલ્યાણાર્થે મથુરાભિધાન અને સત્યપુરાભિધાનનાં જિનાલયો કરાવ્યાં. વલાનક અને ત્રિક, મોઢા આગળ પ્રતોલી, મઠ તથા અટ્ટમાં ૬ જિનબિંબની રચના કરી. અષ્ટમંડપ (અષ્ટાપદ મંડપ ?) સહિત આરસના ઉત્તાનપટ્ટ અને ધારપત્રયુક્ત બાવન જિનાલય કરાવ્યું. તેના પર બાવન પ્રૌઢ ધ્વજદંડ અને ઘટ મુકાવ્યાં. ત્રણ તોરણવાળી પાંચાલિકા(પુતળી)ની શ્રેણી કરાવી. ત્યાં પિતાના શ્રેયાર્થે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy