________________
૯૦
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
ચોકીમાં વાપરેલ, ને અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્તંભમાં નીચે કોરેલ મુનિમૂર્તિની નીચે ખોદાયેલો ચાર પંક્તિનો લેખ જેટલો વાંચી શકાય છે તેટલો આ પ્રમાણે છે : સંવત ૧૨૩૬ ચૈત્ર સુદ્ધિ ૨૧ શ્રી સૂરિ...ઉજ્જયંતગિરિ પર જૈન મુનિઓ સલ્લેખનાર્થે આવતા એવાં સાહિત્યિક પ્રમાણો છે. આ સ્તંભ કોઈ સૂરિના સં. ૧૨૩૬ / ઈ. સ. ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદનો, તેમની નિષેદિકા' રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુમૂર્તિઓ ધરાવતા બીજા પણ બેએક સ્તંભોના ભાગ દેવકોટથી ઉપર અંબાજીની ટૂક તરફ જતા માર્ગની બંન્ને બાજુએ જડી દીધેલા જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ. સ. ૧૧૮૬-૧૨૪૨)ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે.
(૨)
વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મંદિરના મૂળનાયકની ગાદી પર છે; પણ પુષ્કળ કચરો જામેલ હોઈ સં૧૨૭૬ વર્ષે | સુદિ ૪....એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦નો આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણોથી પૂર્વનો છે. અહીં મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત ક્યાંક હશે.)
તીર્થપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં શ્વેત આરસના નંદીશ્વરપટ્ટ (ચિત્ર “૧) પર બે પંક્તિમાં આ લેખ કોતરાયેલો છે; યથા :
[पं. १ ] ९ सं. १२८२ फागुण व २ शुक्रे प्राग्वाट ठ. राजपालसुत महं. धांधलेन बांधव उदयन वाघा तथा भार्या सिरीसुत सूमा सोमा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति निजगोत्रमात्रुय श्रेयसे नंदीश्वरजिनबिम्बा -
[पं. २ ] नि कारापितानि ॥ बृहद्गच्छीय श्रीप्रद्युम्नसूरि-शिष्यः श्रीमानदेवसूरिपदप्रतिष्ठित श्री जयानंदसूरिभिः प्रतिष्ठतानि । छ ॥ शुभं भवतु ॥ पुरिषमूर्ति. स्त्रीमूर्ति. महं. धांधलमूर्तिः ठ. कान्हडसूता महं. धांधलभार्या महं. सिरीमूत्तिः ।
ઈ. સ. ૧૨૨૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલિખિત મહંધાંધલ (જેઓ કદાચ મંત્રી મુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તો ઉપલબ્ધ નથી.
રૈવતાચલાધીશ નેમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિર્ગમપ્રતોલીની ભમતીમાં પડતી ભીંતને અઢેલીને લગાવેલ “વીસ વિહરમાન જિન'ના મનાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org