SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो. २९ ૨૧૧ ૫છે पुनस्तज्जनकपर्यायोऽभ्युपगन्तव्य इति अनादिपर्यायपरंपरासिद्धिमध्यासीत, तथा व्यवहारावतारिवस्तुपर्यन्तपर्यायस्य पर्यायान्तरानुत्पादकत्वे बलादवस्तुत्वमाढौकते, भवन्नीतेरेवार्थक्रियाकरणवैकल्यात्, तदुत्पादकत्वे पुनरसावप्यपरपर्यायोत्पादकत्वे इत्यनन्तपर्यायमालोपपद्यते । तथा घनाकारोऽपि विशददर्शनेन साक्षाक्रियमाणो निष्प्रदेशपर्यन्तावयवव्यतिरेकेण नोपपद्यते, करचरणशिरोग्रीवाद्यवयवानां खण्डशो भिद्यमानतयावयविरूपत्वात्, तदवयवानामप्यवयवान्तरघटितत्वात् । परमाणव एव पर्यन्तावयवाः परमार्थतो घनाकारहेतवः, तदभावे पुनराकस्मिकोऽसौ सर्वत्रोपलभ्येत, न वा क्वचित्, विशेषाभावात् । २६०. एतेन यदवादि-लोकव्यवहारावतारिणः प्रमाणमनुग्राहकमस्ति वस्तुनो नेतरस्येत्यादि तदपि प्रतिक्षिप्तमवगन्तव्यम्, दृश्यमानार्थान्यथानुपपत्त्यैव तत्साधनात् । यत् पुनरुक्तम्-किं –૦ન્યાયરશ્મિ – સત્ત્વ, કાંતો નિત્ય અસત્ત્વ તમારે સ્વીકારવું પડશે. હવે જો વર્તમાનકાલીન પર્યાયના જનક રૂપે તમે તેની પૂર્વેના પર્યાયને સ્વીકાર કરશો તો પછી તેના ઉત્પાદક તરીકે તેની પૂર્વેના પર્યાયને પણ સ્વીકાર કરવો પડશે અને આ રીતે અનાદિ પર્યાયની પરંપરા સિદ્ધ થઈ જશે. તે જ પ્રમાણે વ્યવહારમાં ઉપયોગી ઘટાદિ વસ્તુનો અંતિમ પર્યાય, પર્યાયાંતરનો ઉત્પાદક ન હોય, તો પછી ઈચ્છા વિના પણ તમારે તે અંતિમ પર્યાય અવસ્તુ = અસત્ સ્વીકારવી પડશે, કારણ કે તમારી નીતિના અનુસારે જ તેમાં અથક્રિયા ઘટી શકતી નથી. હવે જો અન્યપર્યાયના ઉત્પાદક તરીકે અંતિમ પર્યાયને સ્વીકારો, તો પછી તે પણ અન્યપર્યાયનો ઉત્પાદક હોવાથી જ સત્ થશે અને એમ પરંપરા ચાલતા અનંત પર્યાયોની માળા ઉત્પન્ન થઈ જશે. તથા જે સ્પષ્ટદર્શન વડે ચૂલાકારનો સાક્ષાત્કાર કરાય છે, તે પણ પ્રદેશ વિનાના છેલ્લા અવયવ વિના ઉત્પન્ન થઈ શકતો નથી. શરીર તે અવયવિ છે અને તેના અવયવ હાથ, પગ, માથું, ડોક વગેરે પણ ખંડશઃ ભેદાય છે, તેથી તે પણ અવયવી સ્વરૂપ થશે. તેના અવયવો પણ અવયવાન્તરથી ઘટિત છે. આમ પૂર્વ-પૂર્વના અવયવી અને ઉત્તરોત્તર અવયવો થશે. જ્યાં આ અવયવ-અવયવી પરંપરાનો અંત આવે છે તે પરમાણુઓ માત્ર અવયવો જ છે અને પરમાર્થથી તેઓ જ ચૂલાકાર પ્રત્યે કારણ બને છે. જો આ પરમાણુઓની સત્તા સ્વીકારવામાં નહીં આવે તો પછી આ સ્થૂલાકારની ઉત્પત્તિ નિર્દેતુક થઈ જવાથી, કાર્યની સર્વત્ર ઉપલબ્ધિ થવી જોઈએ અથવા તો કોઈપણ ઠેકાણે ઉપલબ્ધિ ન થવી જોઈએ આ આપત્તિ તો માથે હંમેશા રહેશે જ. (૨૧૦) આ પ્રમાણે પરમાણુ વગેરેની સિદ્ધિ થવાના કારણે તમે જે કહ્યું હતું કે લોક વ્યવહારમાં કામ આવનારી એવી વસ્તુને વિષે જ ગ્રાહક એવા પ્રમાણની પ્રવૃત્તિ થાય છે, અન્ય પદાર્થોને વિષે નહીં ? તે પણ ખંડિત થયેલું જાણવું, કારણ કે દેખાતા પદાર્થો પણ પરમાણુ અને ભૂતભાવી પર્યાયો વિના ઘટી શકતા નથી, એ અમે અનુમાન પ્રમાણથી સિદ્ધ કરીને જણાવ્યું છે. વળી, જે તમે આ પ્રમાણે કહ્યું હતું કે લોક વ્યવહારમાં અનુપયોગી હોવાના કારણે પરમાણુઓ, અતીત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy