________________
પ૧૯
ઉપસંપદા સામાચારી | ગાથા : ૧૦૧ અજરઅમર ભાવની પ્રાપ્તિ માટે અમૃતનું પાન કરે તો તે પાનથી વચ્ચે તૃષાનો તાપ ઉપશમ થાય છે અને દેહની પુષ્ટિ આદિ પણ અવશ્ય થાય છે; તે રીતે બોધિની પ્રાપ્તિ માટે કોઈ જીવ ભગવાનના ગુણગાનની પ્રવૃત્તિ કરે, તો આંતરાલિક શ્રુતજ્ઞાનના વિશદ બોધરૂપ પાંડિત્ય અને કર્મોની સામે વિજય કરવા માટે સર્વાતિશયલક્ષણ સામર્થ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે, જે ઐહિક=ઈહલૌકિક, સુખરૂપ છે.
ગ્રંથકારશ્રી બોધિપ્રાપ્તિ માટે ભગવાનનાં ગુણગાન કરે છે, તેનાથી જે બોધિની પ્રાપ્તિ થાય છે તે પારલૌકિક ફળ છે, અને પ્રસ્તુત સ્તુતિ દ્વારા ભગવાનનાં ગુણગાન કરતી વખતે અવાંતરફળરૂપે શ્રુતજ્ઞાનનો વિશદ બોધ થાય છે અને કર્મની સામે વિજય મેળવવા માટે સામર્થ્ય પ્રગટે છે, તે ઐહિક સુખરૂપ છે.
આશય એ છે કે, ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના ભગવાનની સ્તુતિરૂપે કરી અને એ રચના કરવાથી પોતાને શ્રુતજ્ઞાનનો વિશદ બોધ થાય છે અને પ્રસ્તુત સામાચારી પ્રત્યેનો બદ્ધ રાગ હોવાને કારણે કર્મ સામે લડવા માટે સામર્થ્ય પ્રગટે છે, જે બંને આ લોકમાં જ પોતાના કલ્યાણના કારણભૂત ફળ છે; અને આ રીતે કરાયેલી સ્તુતિના કારણે પરલોકમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ થશે તે પારલૌકિક ફળ છે.
જેમ કોઈ અમર અવસ્થાની પ્રાપ્તિ માટે અમૃતનું પાન કરે, તે અમૃતપાનનું તાત્કાલિક ફળ તૃષાનું શમન અને દેહસૌષ્ઠવ મળે છે અને તેના પરિણામે અજર-અમર બને છે, તેમ ભગવાનના ગુણોને પારમાર્થિક રીતે સમજીને પ્રસ્તુતમાં દશવિધ સામાચારીનું વર્ણન કર્યું તેના બળથી પોતાને જન્માંતરમાં પણ બોધિની પ્રાપ્તિ થાઓ, એવી અભિલાષા ગ્રંથકારે રાખી, તોપણ વર્તમાનમાં કરાતી સ્તુતિથી સ્તુતિકાળમાં દશવિધ સામાચારીના પરમાર્થને સમજવાની શક્તિ અને કર્મ સામે યુદ્ધ કરવા માટે સર્વાતિશયલક્ષણ વિજય ધ્રુવ=નિચે, પ્રાપ્ત થાય છે, જે વર્તમાનમાં જ તાત્કાલિક સુખ છે. ll૧૦ના
: સામાચારી પ્રકરણ ગ્રંથ સમાપ્ત :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org