________________
૫૦૮
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૯ આ ગુણવાળાનેaઉક્ત સામાચારીના પરિણામવાળાને, અનુપયોગમાં પણ-અનાભોગમાં પણ, માર્ગમાં રત્નત્રય-સામ્રાજ્ય-લક્ષણ મોક્ષમાર્ગમાં જ, ગમત=અભિમુખ પરિણામ, થાય છે. જેને જે કર્મને વિષે ખરેખર નિરંતરતાથી=સાતત્યથી, અભ્યાસ છે, તેને દઢ સંસ્કારના વશથી અનુપયોગમાં પણ ત્યાંeતે ક્રિયામાં, પ્રવૃત્તિ દષ્ટચર જો–દેખાય જ છે. એથી કરીને કંઈ અનુપપન્ન નથી.
ત=સામાચારીવિરતને અનાભોગથી પણ અકસ્મતાને અભિમુખ ધ્યાન સ્વીકારવામાં કંઈ અસંગત નથી તે, આ=ઉપરના વર્ણનથી ગ્રંથકારને બુદ્ધિપ્રત્યક્ષ એવું આ, “લલિતવિસ્તરામાં કહેવાયું છે -
લલિતવિસ્તરા' ગ્રંથના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે –
“સબંધ ન્યાય વડે=સદધના દૃષ્ટાંત વડે, અનાભોગથી પણ માર્ગગમન જ છે, એ પ્રમાણે અધ્યાત્મચિંતકો કહે છે.”
તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
ત્યાં માર્ગમાં, તે પ્રકારની પ્રવૃત્તિ અનાભોગથી પણ થતી પ્રવૃત્તિ, યોગજ- અદષ્ટતા મહિમાથી જ છે, એ પ્રમાણે યોગથી ભાવિત મતિવાળા કહે છે.
* સીમાવારીરિરતચ' અહીં પિ' થી એ કહેવું છે કે, સામાચારીમાં નિરત ન હોય તેને તો કર્મબંધ થાય, પણ સામાચારીમાં નિરતને પણ અનાભોગથી કર્મબંધનો સંભવ છે.
* ‘મનામો તોડજિ' અહીં ”િ થી સહસાત્કારનો સમુચ્ચય કરવાનો છે અર્થાત્ સહસાત્કારથી તો કર્મબંધ સંભવે પણ અનાભોગથી પણ સંભવે છે.
» ‘અનુપયોપિક નામોનોકરિ અહીં થી એ કહેવું છે કે, આભોગમાં તો મોક્ષમાર્ગમાં ગમન છે, પણ અનુપયોગમાં પણ અનાભોગમાં પણ, મોક્ષમાર્ગમાં ગમન છે. ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, અધ્યાત્મધ્યાનમાં રત એવા સાધુને સામાચારી મોક્ષનું કારણ બને છે. ત્યાં પ્રશ્ન થાય કે, લક્ષ્યને અભિમુખ દઢ યત્ન કરવામાં પણ ક્યારેક અનાભોગ થતો હોય છે. તેથી જે સાધુ દશવિધ સામાચારીના પાલનમાં નિરત હોય તેવા સાધુ પણ જ્યારે પોતાના લક્ષ્યને અભિમુખ માનસયત્નને પ્રવર્તાવવામાં અનાભોગવાળા થાય ત્યારે કર્મબંધ સંભવે છે. તેથી સામાચારીના પાલનમાં વર્તતો ઉપયોગ અકસ્મતાને અભિમુખ કેવી રીતે બની શકે ?
આશય એ છે કે, જીવના શુદ્ધ ભાવના આવિર્ભાવ માટેના ઉપયોગથી જીવ અકર્મતાને અભિમુખ ધ્યાનમાં વર્તે છે, પરંતુ જ્યારે તેવો સુદઢ ઉપયોગ વર્તતો નથી, ત્યારે સાધુઓ દશવિધ સાધુસામાચારીના પાલનમાં યત્ન કરતા હોય તોપણ તે અનાભોગયુક્ત ઉપયોગથી કર્મબંધનો સંભવ છે; કેમ કે ત્યારે આત્મિક ભાવોને ઉલ્લસિત કરવામાં અનાભોગ છે. માટે તેની સામાચારીનું પાલન મોક્ષનું કારણ બની શકે નહીં. આ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org