SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ઉપસંપદા સામાચારી / ગાથા ઃ ૮૯ પર્યાયવિશેષને આધીન એવા ગુણવિશેષ ત્યાં ગૌણ છે, અને જે સંયમપર્યાયને આધીન ગુણવિશેષ છે તે સંયમપર્યાય મુખ્ય છે. આ રીતે વ્યવહારનયે સ્થાપન કર્યું કે, સંયમના આચારની વિશુદ્ધિથી યુક્ત સંયમનો પર્યાય ગુણાધિકતાનો નિર્ણય કરવા માટે ઉપયોગી હોવાથી વંદનની પ્રવૃત્તિમાં સંયમપર્યાય આદરણીય છે. ઉપર્યુક્ત વાતના સમર્થનમાં પંચવસ્તુની સાક્ષી આપે છે : તેનો ભાવ એ છે કે, “નિશ્ચયનય જે સાધુમાં સંયમનો ઊંચો પરિણામ વર્તતો હોય તેને વંદનયોગ્ય કહે છે. તેથી નિશ્ચયનયથી જે સાધુને ઊંચા સંયમનો પરિણામ હોય, તે પર્યાયથી નાના હોય તોપણ વંદનીય છે. આમ છતાં આ સાધુમાં સંયમનો ઊંચો પરિણામ છે અને આ સાધુમાં સંયમનો નીચો પરિણામ છે, તેવો નિર્ણય કરવો તે છાસ્થ માટે અશક્ય છે. તેથી જે સાધુએ પૂર્વમાં ચારિત્ર ગ્રહણ કર્યું હોય તે સાધુને વ્યવહારનયથી વંદન કરાય છે. આ પ્રકારના પંચવસ્તુ ગાથા૧૦૧પના કથનથી એ ફલિત થયું કે, પરમાર્થથી ગુણની અધિકતા વંદનવ્યવહારની પ્રયોજક છે, તોપણ છદ્મસ્થ માટે ગુણાધિક્યનો નિર્ણય જોવામાત્રથી થઈ શકે નહીં. પરંતુ જે સાધુએ વહેલા સંયમ ગ્રહણ કરેલ હોય અને સંયમના આચાર સારા પાળતા હોય તો તેના આચાર પરથી અને દીર્ઘ સંયમપર્યાયથી નક્કી કરી શકાય છે કે આ મહાત્મામાં અધિક ગુણ હશે અને તેને આશ્રયીને વંદનવ્યવહાર કરાય છે. ટીકા - ___ नन्वेवं द्वयोरप्यनयोः स्वाग्रहमात्रेणाऽव्यवस्थितत्वात् किं प्रमाणम् ? किं वाऽप्रमाणम् ? इति विविच्यताम् । अत आह-उभयनयमतं च-उक्तनयद्वयसम्मतं च, पुनः ग्रहीतव्यम्-आदरणीयं तुल्यवत्, उभयापेक्षायामेव प्रमाणपक्षव्यवस्थितिः । सा च द्वयोरपि परस्परं ह्रस्वत्वदीर्घत्वयोरिवापेक्षिकयोर्गौणत्वमुख्यत्वयोः संभवान्नानुपपन्ना । तत्त्वं पुनरत्रत्यमध्यात्ममतपरीक्षायामेव (मिति) ।।८९ ।। ટીકાર્ચ - નન્ધર્વ ..... વ્યવસ્થિતિઃ આ રીતે-પૂર્વમાં વંદનવિષયક વ્યવહારનય અને નિશ્ચયનયની માન્યતા બતાવી એ રીતે, બંને પણ આવું વ્યવહારનય અને નિશ્ચયનયનું, સ્વઆગ્રહમાત્રથી અવ્યવસ્થિતપણું હોવાના કારણે શું પ્રમાણ છે ? અર્થાત્ વંદનના વિષયમાં પર્યાયવિશેષ પ્રમાણ સ્વીકાર્ય, છે કે ગુણવિશેષ પ્રમાણ સ્વીકાર્ય છે ? અથવા શું અપ્રમાણ છે ?=વંદનના વિષયમાં પર્યાયવિશેષ અપ્રમાણ અસ્વીકાર્ય છે કે ગુણવિશેષ અપ્રમાણ=અસ્વીકાર્ય છે ? એ પ્રમાણે વિવેચન કરો ખુલાસો કરો. આથી કરીને કહે છે – વળી ઉભયનયમત ઉક્ત વ્યવહારનય અને નિશ્ચયતયદ્વયત સંમત, ગ્રહણ કરવું જોઈએ તુલ્યની જેમ આદરવું જોઈએ. તેમાં યુક્તિ બતાવે છે – ઉભય અપેક્ષાએ જ પ્રમાણપક્ષની વ્યવસ્થિતિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy