SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ નૈષધિથી સામાચારી/ ગાથા : ૪૪ તેથી તેઓ તો અશ્રદ્ધાળુ છે અને માત્ર શ્રાવકાચાર પાળનારા છે, તેથી ભગવાનનાં દર્શન કરવા માટે આવતા હોવા છતાં તે પ્રકારના જિનમંદિર પ્રત્યેના અહોભાવના અભાવને કારણે જિનમંદિર સુધી ગજાદિ પર બેસીને આવે છે, પરંતુ શિખરાદિનાં દર્શનથી ગજાદિથી ઊતરીને આવતા નથી; જ્યારે કેટલાક શ્રાવકોમાં ભગવાન પ્રત્યેની ભક્તિનો અતિશય છે, આથી તેઓ શ્રદ્ધાળુ છે, તોપણ ઉચિત કૃત્યનું સ્મરણ કરવામાં પ્રમાદી છે, તેથી પ્રમાદને કારણે ચૈત્યશિખરાદિનાં દર્શન થતાં ગજાદિથી ઊતરીને જિનમંદિરમાં પ્રવેશ કરતા નથી, પરંતુ ચૈત્યસ્થાન સુધી ગજાદિ ઉપર બેસીને આવે છે. આ રીતે ચૈત્યદર્શન કરવા માટે આવતા શ્રાવકો ચૈત્યના શિખરાદિના દર્શનમાં પણ ભક્તિની અભિવ્યક્તિ અર્થે ગજાદિથી અવતરણ કરે છે, તો સર્વદા દઢ યત્ન કરનાર એવા સાધુઓ તો ‘નિસીહિ' પ્રયોગ કરીને જિનમંદિરમાં પ્રવેશ કરે ત્યારે આશાતનાના પરિવાર માટે અવશ્ય દઢ યત્ન કરે. એટલું જ નહિ પણ જિનમંદિરમાં અનાભોગ નિમિત્તક ભગવદ્ ભક્તિમાં કોઈ અયત્ન ન થઈ જાય તેના પરિવાર માટે પણ અવશ્ય યત્ન કરે છે, અને આથી સુસાધુઓ દ્રવ્યસ્તવના આલંબન વિના પણ ભાવસ્તવ કરીને આ સંસારસાગરથી તરે છે. જે સાધુઓ જિનમંદિરમાં ‘નિસીહિ' કરીને ભગવાનની આશાતનાના અને વિધિભંગના પરિવાર માટે દઢ યત્ન કરતા નથી, તેઓમાં ભગવાનની આશાતનાના અને વિધિભંગની ભીરુતાનો અભાવ છે, અને આથી આવા સાધુઓ પ્રાયઃ કરીને ભાવસ્તવ કરી શકતા નથી. માત્ર જેમ મંદ શ્રદ્ધાળુ શ્રાવકો ભગવાનનું દ્રવ્યસ્તવ કરે છે, તેમ ચૈત્યવંદનની ક્રિયા માત્ર કરે છે, પરંતુ ભગવાનના ગુણોમાં તન્મય થઈને ભગવાનની ભક્તિ દ્વારા નિર્લેપતા પ્રગટ કરી શકતા નથી. ૪૩. અવતરણિકા: ननु जिनगृहप्रवेशादौ जिनवन्दनादौ बाढं प्रवृत्त्यां भवतु यत्नोत्कर्षो नैषेधिक्याः, यत्र तु तां प्रयुज्य शय्यादावेव ध्यानेन स्थेयं तत्र नासौ ? इत्याशङ्कां निरसितुमाह - અવતરણિકાર્ય : જિનગૃહમાં પ્રવેશ હોતે છતે જિતવંદનાદિ વિષયક પ્રવૃત્તિમાં વૈધિકીથી અત્યંત યત્નનો ઉત્કર્ષ થાઓ; જ્યાં વળી તેનો ધિકીનો, પ્રયોગ કરીને શય્યાદિમાં વસતિ આદિમાં જ ધ્યાનથી સ્થય છે=ધ્યાનથી રહેવાનું છે, ત્યાં=ધ્યાતથી રહેવા યોગ્ય એવી ક્રિયામાં, આ નથી=નિસીહિ પ્રયોગથી યત્નનો ઉત્કર્ષ નથી. એ પ્રકારની આશંકાનું નિરસન કરવા માટે કહે છે – * ‘નિના ગૃહપ્રવેશ માં ‘થિી ગુરુઅવગ્રહપ્રવેશ ગ્રહણ કરવો. * ‘બિનવંદ્રના’ માં ‘વિ” થી ગુરુવંદન ગ્રહણ કરવાનું છે. નોંધ:-અવતરણિકામાં ‘નિનJRપ્રવેશ” માં સપ્તમી વિભક્તિ સતિ સપ્તમી અર્થક છે તથા નિવવંદ્રના માં વિષયાર્થે સપ્તમી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy