________________
૨૧૭
Uસિદ્ધસુખવિંશિકાd જે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું તેનાથી એ કહેવું છે કે આ રીતે બુદ્ધિથી મોટી રાશિ ઉપસ્થિત કરવામાં આવે ત્યારે સિદ્ધના સુખની રાશિ કેટલી મોટી છે તેનો યથાર્થ બોધ થાય. ૨૦૧૨ાા.
અવતરણિકા:
૧રમી ગાથામાં ત્રણ પ્રદેશ રાશિથી સિદ્ધનું સુખ બતાવ્યું. ત્યાં તે ત્રણ પ્રદેશ રાશિમાં કાળને ગ્રહણ કરેલ છે અને તે કાળના ગ્રહણમાં જે જીવો જ્યારે સિદ્ધ થાય ત્યારથી માંડીને ભવિષ્યકાળના સમયોની સંખ્યાથી ગુણવાનું કહ્યું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો વર્તમાનમાં મોક્ષે ગયા છે તેમના કરતાં પહેલાં મોક્ષે ગયેલા જીવોને કાળના સમયો અધિક પ્રાપ્ત થશે. તેથી વર્તમાનમાં જે સિદ્ધ થયા છે તેમના કરતાં પૂર્વના સિદ્ધોનું સુખ અધિક થાય. આ રીતે તો દરેક સિદ્ધના જીવોમાં સુખની તરતમતા સિદ્ધ થાય. જો તેમ સ્વીકારીએ તો સર્વ સિદ્ધનું સુખ નિરતિશય એકરૂપ છે એમ જે ગાથા - ૮માં કહેલ તેની સાથે વિરોધ આવે. આમ, સર્વ સિદ્ધના જીવોને નિરતિશય એકરૂપ સુખ સ્વીકારીએ તો પરસ્પર તરતમતા નથી એમ પ્રાપ્ત થાય છે, જ્યારે સિદ્ધના સુખના વર્ણનમાં કાળના સમયો વડે ગુણવાથી સિદ્ધના જીવોમાં પરસ્પર તરતમતા પ્રાપ્ત થાય છે, તેથી તે વિરોધનો પરિવાર કરીને કઈ અપેક્ષાએ સર્વ સિદ્ધોનું સુખ સમાન છે તે બતાવતાં કહે છે -
तुलं च सव्वहेयं सव्वेसि होइ कालभेए वि । जह जं कोडीसत्तं तह छणभेए वि सुहममिणं ॥१३॥ तुल्यं च सर्वथेदं सर्वेषां भवति कालभेदेऽपि । यथा यत्कोटिसत्कं तथा क्षणभेदेऽपि सूक्ष्ममिदम् ।।१३।।
અqયાર્થ:
વાતમે વિ અને કાળભેદ હોતે છતે પણ સક્સિંયે બધાનું આ=મોક્ષનું સુખ સવ તુરું સર્વ પ્રકારે સમાન છે. વં જે કારણથી તદ છપામે વિ તેવા પ્રકારનો ક્ષણભેદ હોતે છતે પણ ગદ ોડિતાં જે પ્રકારે કરોડની સંપત્તિ (સમાન છે.) (અહીં શંકા થાય કે કરોડ દ્રવ્ય સંખ્યાથી સમાન છે તેથી બે કરોડપતિ સમાન છે તેમ કહી શકાય, પરંતુ સુખ એ બાહ્ય દ્રવ્ય જેવું નથી પણ જીવના પરિણામરૂપ છે, તેથી સિદ્ધોના જીવોમાં પરસ્પર સુખના સંવેદનમાં તરતમતા સ્વીકારીએ તો શું વાંધો? તેથી કહે છે.) સુદુમમાં આ=બધા સિદ્ધના જીવોનું સુખ સમાન છે, એ સૂક્ષ્મ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org