________________
સિદ્ધસુખવિંશિકા
અન્વયાર્થ:
ગર્ જો સિદ્ધપ્ત સુવાસી સિદ્ધના સુખનો રાશી સન્વદ્ધાવિંડિઓ નિષ્ના સર્વકાળથી પિંડીભૂત થાય અને સોડાંતવામડ્યો તે અનંતવર્ગથી ભાજિત થાય તો સવ્વાસે સર્વ આકાશમાં ર્ માષ્ના સમાય નહિ.
* આવશ્યક નિર્યુક્તિ ગાથા નં. ૯૮૨ આ જ ગાથા છે.
ગાથાર્થ:
જો સિદ્ધના સુખનો રાશિ સર્વ કાળથી પિંડીભૂત થાય અને તે અનંત વર્ગથી ભાજિત થાય તો સર્વ આકાશમાં સમાય નહિ.
२०७
ભાવાર્થ:
કોઇ એક સિદ્ધ આત્માને ગ્રહણ કરીને વિચારીએ તો, એક સમયમાં તે જે સુખનો અનુભવ કરે છે, તે સુખના રાશિને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી જેટલા સમયો છે, તે સર્વ સમયોથી ગુણવામાં આવે તો અનંત સંખ્યાવાચી રાશિ પ્રાપ્ત થાય. કેમ કે સિદ્ધ અવસ્થા પામ્યા પછી તે સિદ્ધનો આત્મા સદા માટે સિદ્ધરૂપે રહેવાનો છે, તેથી ભાવિના સર્વ સમયોની જે અનંત સંખ્યા આવે તેનાથી સિદ્ધના સુખને ગુણવામાં આવે તો મોટી અનંત સંખ્યાની પ્રાપ્તિ થાય. ત્યારપછી તે સંખ્યાનો વર્ગમૂળ કાઢવામાં આવે તો તે સંખ્યા ઘણી નાની થાય અને આ રીતે તે વર્ગમૂળ પણ એક-બે વખત નહીં પરંતુ અનંતી વખત કાઢવામાં આવે તો ઘણી નાની સંખ્યા થાય. અને આ રીતે પ્રાપ્ત થયેલી નાની સંખ્યાના એક એક સુખાંશને કલ્પનાથી એક એક આકાશપ્રદેશ ઉપર મૂકવામાં આવે તો લોકાલોકરૂપ જે એક આકાશદ્રવ્ય છે તે સર્વ આકાશપ્રદેશમાં તે સુખ સમાઇ શકે નહિ. II૨૦-૬||
અવતરણકા:
ગાથા ૬ માં સિદ્ધનું સુખ બતાવતાં સિદ્ધના સુખની રાશિને ગ્રહણ કરીને કાળથી તેને ગુણીને અનંત બતાવેલ છે. ત્યાં પ્રશ્ન થાય કે ધાન્યનો ઢગલો હોય તો ધાન્યની રાશિ કહી શકાય, પરંતુ સુખની રાશિ કેવી રીતે પ્રાપ્ત થઇ શકે? તેથી બુદ્ધિ દ્વારા સુખની રાશિ બતાવવા માટે કહે છે -
1
वाबाहक्खयसंजायसुक्खलवभावमित्थमासज्ज तत्तो अनंतरुत्तरबुद्धीए रासि परिकप्पो ॥७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org