________________
૧૯૩
Uસિદ્ધવિભકિતવિંશિકા सप्तममहीप्रतिषेधस्तु रौद्रपरिणामविरहतस्तासाम् । सिद्धध्या इष्टफलो न साध्वीनां स्त्रीणां प्रतिषेधः ।।११।।
અqયાર્થઃ
તાર્કિંડ તેઓને વળી સ્ત્રીઓને વળી પરિણાવિયો રૌદ્રપરિણામનો વિરહ હોવાથી સમપિડિલેહો સાતમી નારકીનો પ્રતિષેધ છે, (એ પ્રતિષેધ જ) સાદુગત્થીન સાધ્વી સ્ત્રીઓની સિટી પડિલેરો સિદ્ધિનો પ્રતિષેધ છે (એ કથન)નપત્તો ઇષ્ટફળવાળું નથી.
ગાથાર્થ:
સ્ત્રીઓને વળી રૌદ્રપરિણામનો વિરહ હોવાથી સાતમી નારકીનો પ્રતિષેધ છે, એ પ્રતિષેધ જ સાધ્વી સ્ત્રીઓની સિદ્ધિની પ્રતિષેધ છે, એવું કથન ઇષ્ટફળવાળું નથી. ભાવાર્થ:
સ્ત્રીઓને રૌદ્રપરિણામ ઉત્કટ થાય તો પણ છે નારકીથી નીચે જઇ શકતી નથી, તેથી શાસ્ત્રમાં સ્ત્રીઓને સાતમી નારકનો પ્રતિષેધ કરેલ છે. અને તે વચનના બળથી પૂર્વપક્ષે કહ્યું કે જેમાં સ્ત્રીઓ ઉત્કટ રૌદ્રપરિણામ કરી શકતી નથી તેમ ઉત્કટ વિશુદ્ધ ભાવ પણ કરી શકતી નથી. માટે ગુણિયલ સ્ત્રીઓને પણ સિદ્ધિનો પ્રતિષેધ છે. તેને ગ્રંથકાર કહે છે કે તે દિગંબરનું વચન ઇષ્ટફળવાળું નથી. આશય એ છે કે સ્ત્રીઓને ઉત્કટ રૌદ્રધ્યાન ન થઇ શકે તેનાથી એવું ન કહી શકાય કે સ્ત્રીઓને ઉત્કટ શુભભાવ પણ ન થઇ શકે. જેમ કોઇ મહાત્મા ગુણસંપત્તિથી વિકસેલા હોય તો, તે મહાત્માને ઉત્કટ રૌદ્રધ્યાન ન થઇ શકે તેવી યોગ્યતા પ્રગટ થઇ શકે; છતાં તે જ ભવમાં ઉત્કટ શુભ અધ્યવસાયથી મોક્ષમાં જઈ શકે છે. તે રીતે સ્ત્રીને સ્ત્રીભવમાં ઉત્કટ રૌદ્રધ્યાન ન થવા છતાં રત્નત્રયીને અનુકૂળ ઉત્કટ ભાવ થઈ શકે છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી. II૧૯-૧૧
અવતરણિકા:- ૧૨
પૂર્વપક્ષી કહે કે શાસ્ત્રમાં સ્ત્રીઓને ઉત્તમ પદની પ્રતિષેધ બતાવ્યો છે. તે જ બતાવે છે કે સ્ત્રીઓ ઉત્તમપદને અનુકૂળ તેવા ઉત્તમ ભાવો કરી શકતી નથી. તેથી મોક્ષને અનુકૂળ એવો સર્વ શ્રેષ્ઠ પરિણામ તેઓ કઈ રીતે કરી શકે? તેથી કહે છે -
उत्तमपयपडिसेहो उ तासिं सहगारिजोगयाऽभावे । नियवीरिएण उ तहा केवलमवि हंदि अविरुद्धं ॥१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org