________________
S
પ્રવેશક
પાંચમી વિંશિકા ચોથી વિંશિકામાં કહ્યું કે ચરમાવર્તમાં શુદ્ધ ધર્મ પ્રગટે છે. તેથી હવે શુદ્ધ ધર્મ પણ કયા ક્રમથી થાય છે તે વૃક્ષના દૃષ્ટાંતથી બતાવે છે.
ચરમપુદ્ગલપરાવર્તમાં આ બીજરૂપ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. પહેલાં કેમ નહીં એ વાત અહીં યુક્તિપૂર્વક બતાવી છે. બીજની પ્રાપ્તિ પછી પણ જો જીવ પ્રમાદ કરે તો ઉત્કૃષ્ટથી અનંતો કાળ પણ સંસારમાં રહી શકે છે, એ વાત યુક્તિથી બતાવી છે. બીજાદિ ધર્મની પ્રાપ્તિ પણ કેટલાકને સાંતર હોય છે અને કેટલાકને આંતરા વગર થાય
છે, તેનું કારણ શું છે? અને તેમાં પાંચ કારણ કઈ રીતે સંલગ્ન છે તે વાત બતાવી છે. ૯ તે પાંચ કારણો સાથે દેવ અને પુરુષકારનો સ્યાદ્વાદ કઈ રીતે જોડાયેલ છે તે બતાવીને,
કાર્યમાત્ર પ્રત્યે દૈવ અને પુરુષકાર કઈ રીતે કારણ છે, તે સૂક્ષ્મ યુક્તિથી બતાવ્યું છે અને દૈવ અને પુરુષકારનું સ્વરૂપ પણ બતાવેલ છે.
ધર્મવૃક્ષનો બીજથી માંડીને ફળ સુધીનો વિકાસક્રમ
(બોધિબીજથી સમ્યક્તની પ્રાપ્તિ)
૧. ફળદ્રુપ ભૂમિમાં | પ્રશંસાપૂર્વકની કરણેચ્છા
- વપન થયેલું બીજ | ધર્મબીજનું વપન ૨. અંકુર
પુનઃ પુનઃ કરણેચ્છા
ઉપાયોની ગોતવાની મનોવૃત્તિ ઉપાયની અન્વેષણાની પ્રવૃત્તિ
ફળદાયકતા તરફ ગતિનું મંડાણ બીજવપન પછી વિકાસની શરૂઆત મજબૂતાઈ ફળપ્રાપ્તિની પૂર્વભૂમિકા ફળની આસન્નતા બીજનું અંતિમ કાર્ય
૫. પુષ્પ ૬. ફળ
સદ્ગુરુનો યોગ સમ્યક્તની પ્રાપ્તિ
જેમ બીજ એક વખત વાવવામાં આવે પછી તેને અનુકૂળ સામગ્રી મળે તો અવશ્ય તેમાંથી અંકુરાદિ પ્રગટે છે, તેમ કોઇ જીવને શુદ્ધ અનુષ્ઠાન કરનાર મહાત્માને જોઇને બહુમાનપૂર્વક તેવું અનુષ્ઠાન કરવાનો હૈયામાં અભિલાષ થાય, પરંતુ ત્યારપછી તેના જીવનમાં ફરી તેવો પરિણામ ન પણ થાય તો પણ તે બીજસ્થાનીય શુદ્ધધર્મની પ્રાપ્તિ છે. તે બીજથી જ જન્માંતરમાં અવશ્ય અંકુરાદિ પ્રગટ થશે. બીજ વપન કર્યા પછી તેની પોષક સામગ્રી મળે તો તેમાંથી અંકુર થાય છે. તેમ કોઈ જીવને મહાત્માની ક્રિયા જોઈને બીજ વપન કર્યા પછી ફરી ફરી તેનું સ્મરણ થાય કે ફરી ફરી તેવી સામગ્રીને પામીને તેવી ક્રિયા કરવાના અભિલાષો થયા કરે, તે બીજની જ વિકાસવાળી ભૂમિકા છે, તેથી તેને અંકુર કહેલ છે. અંકુર ફૂટ્યા પછી ધીરે ધીરે તે અંકુર કાઠાકારરૂપે મજબૂત થડ બને છે. તેમ વારંવાર
૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org