________________
૨૨૧
વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન શ્રાવકપ્રતિમાવિંશિકા ] છે. અને આ પ્રતિમાધારી શ્રાવક સર્વ સાધુક્રિયાઓ પ્રાયઃ અવિક રીતે સેવે છે./૧૦
૧ell
અવતરણિકા :
હવે અગિયારમી પ્રતિમા પૂરી થયા પછી શ્રાવક શું કરે તે બતાવે છે
आसेविऊण एयं कोई पव्वयइ तह गिही होइ । तब्भावभेयओ च्चिय विसुद्धिसंकेसभेएणं ॥१८॥ आसेव्यैतां कोऽपि प्रव्रजति तथा गृही भवति । तद्भावभेदत एव विशुद्धिसंक्लेशभेदेन ॥१८॥
અન્વયાર્થ :
અર્થ સાવિ આનું પ્રતિમાઓનું સેવન કરીને વિશુદ્ધિસંસમે ત્રિય વિશુદ્ધિ અને સંક્લેશના ભેદને કારણે જ તદ્માવપેચો તેના=પ્રતિમાપારીના ભાવના ભેદથી વોર્ફ પવયે કોઇક પ્રવ્રજયા ગ્રહણ કરે છે તદલિદી રોટ્ટ તથા કોઇક ગૃહસ્થ થાય છે.
ગાથાર્થ :
પ્રતિમાઓનું આસેવન કરીને વિશુદ્ધિ અને સંક્લેશના ભેદને કારણે જ પ્રતિમાપારીના ભાવના ભેદથી કોઈક પ્રવ્રજયા ગ્રહણ કરે છે તથા કોઇક ગૃહસ્થ થાય
છે.
ભાવાર્થ :
આ અગિયાર પ્રતિમાને ગ્રહણ કર્યા પછી ભાવની વિશુદ્ધિનો પ્રકર્ષ થાય અને લાગે કે હવે સંપૂર્ણ નિર્લેપ ચિત્ત થઈ શકે તેમ છે, તો તે સંયમ ગ્રહણ કરે; અને યત્નપૂર્વક પણ પ્રતિમા વહન કર્યા પછી લાગે કે હજી નિર્લેપ થાય તેવું માનસ નથી અને હજી સંગની બુદ્ધિ છે, તે રૂપ સંક્લેશને કારણે ગૃહસ્થભાવને સ્વીકારીને શ્રાવકપણાને ગ્રહણ કરે, અને કોઈક ફરીથી પણ પ્રતિમાઓ ધારણ કરે.ll૧૦-૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org