________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૮-૯-૧૦, ૧૧ શકતા નથી તેઓની પૂજામાં જે અવિધિ દોષ થાય છે તેનાથી કર્મબંધ થાય છે જે કૂવો ખોદતી વખતે થયેલ કાદવના લેપ જેવો છે, પણ તે શ્રાવક ભગવાનની ભક્તિમાં લીન થાય છે ત્યારે શુભ અધ્યવસાયથી અવિધિથી થયેલો કર્મબંધ નાશ પામે છે અને ભગવાનની ભક્તિના ઉત્તમ અધ્યવસાયથી ચારિત્રને અનુકૂળ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે, જે કૂવો ખોદવાથી પ્રાપ્ત થયેલા સ્વાદુ જળથી થનારી તૃપ્તિસ્થાનીય છે. આ પ્રકારનું યોજન ગ્રંથકારશ્રીએ “પ્રતિમાશતક”માં કર્યું છે. ||૪/૮-૯-૧૦||
અવતરણિકા :
ગાથા-૧માં કોઇકે શંકા કરી કે પૂજામાં ષટ્કાયનો આરંભ છે માટે સમ્યગ્દષ્ટિ એવા શ્રાવક પૂજાને કેમ કરે ? તેને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે યતતાપૂર્વક ભક્તિથી પૂજા કરવામાં ષટ્કાયનો આરંભ નથી. ત્યાં કોઈને શંકા થાય કે સમકિતમાં સ્થિર એવા શ્રાવકો શાસ્ત્રાનુસારી થતના અને વિવેકપૂર્વકની ભક્તિ કરી શકે, તેથી તેઓની પૂજામાં ષટ્કાયનો આરંભ નથી તેમ કહી શકાય તોપણ જેઓ હજી સમ્યક્ત્વ પામ્યા નથી તેઓની પૂજાની ક્રિયામાં તો ષટ્કાયનો આરંભ પ્રાપ્ત થશે, તેથી તેઓ માટે પૂજાની ક્રિયા કર્મબંધનું કારણ થશે. તેના નિવારણ માટે કહે છે –
ગાથા:
૭૭
પાત્રદાનથી શુભવિપાક જિમ, લહે સુબાહુકુમાર; પહિલે ગુણઠાણે ભદ્રક પણ, તિમ જિનપૂજા ઉદાર. સુખ૦ ૧૧ ગાથાર્થ ઃ
પાત્રદાનથી=સુપાત્રના દાનથી, સુબાહુકુમાર જેમ શુભ વિપાકને પામે છે, તેમ પહેલે ગુણસ્થાનકે પણ ભદ્રક જીવ જિનપૂજાથી ઉદાર પરિણામ પ્રાપ્ત કરે છે. ।।૪|૧૧||
ભાવાર્થ :
શ્રીવિપાકસૂત્રમાં સુબાહુકુમારે પૂર્વભવમાં સુપાત્રદાન આપ્યું અને તે સુપાત્રદાન આપતી વખતે સમ્યકૃત્વ નથી છતાં શુભ પુણ્યના બંધથી ધર્મની પ્રાપ્તિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org