________________
૬૭
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળ : ૪ | ગાથા : ૨ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે જિનપૂજામાં પકાયનો આરંભ છે માટે શ્રાવક જિનપૂજા કઈ રીતે કરે ? એમ કોઈ કહે છે તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપે
ગાથા :
તેહને કહીએ જતના ભક્તિ, કિરિયામાં નહીં દોષ;
પડિકમણે મુનિદાન વિહારે, નહીં તો હોય તસ પોષ. સુખ૦ ૨ ગાથાર્થ :
તેહને કહીએ=પૂર્વગાથામાં કોઈકે કહ્યું તેમને કહીએ, ક્રિયામાં ભગવાનની પૂજાની ક્રિયામાં, યતના અને ભક્તિ હોય તો દોષ નહિ ષટ્યાયના આરંભનો દોષ નથી. નહીં તોયતના અને ભક્તિપૂર્વકની પૂજામાં ષકાયનો આરંભ નથી એમ સ્વીકારવામાં ન આવે તો, પ્રતિક્રમણમાં, મુનિને અપાતા દાનમાં અને વિહારમાં સાધુના વિહારમાં, તેનો પોષ છેeષકાયના આરંભનું પોષણ છે. ll૪/રચા ભાવાર્થ :
કેટલાક સ્થાનકવાસી કહે છે કે ભગવાનની પૂજામાં પકાયનો આરંભ છે માટે ધર્મમાં આરંભના પરિણામના પરિવારવાળા એવા સમ્યગ્દષ્ટિ શ્રાવકો કઇ રીતે પૂજા કરે ? તેને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભગવાનની ભક્તિમાં અનુપયોગી હોય એવી હિંસાના પરિવાર માટેની યાતનાથી અને ભગવાન પ્રત્યેના ભક્તિના પરિણામથી, જે શ્રાવક પૂજાની ક્રિયા કરે છે તે પૂજાની ક્રિયામાં પકાયના આરંભથી જન્ય એવા કર્મબંધરૂપ કોઈ દોષની પ્રાપ્તિ નથી. ભગવાનની પૂજામાં પકાયના આરંભરૂપ દોષ નથી તેમ ન સ્વીકારવામાં આવે તો શ્રાવકો કે સાધુ પ્રતિક્રમણ કરે છે તે પ્રતિક્રમણની ક્રિયામાં પણ હાથપગ હલાવવાની ચેષ્ટાથી વાયુકાયની હિંસા થાય છે તેથી પ્રતિક્રમણની ક્રિયામાં પણ હિંસારૂપ આરંભ સ્વીકારવો પડે. વળી શ્રાવકો મુનિને દાન કરે છે તે દાનની ક્રિયાથી પણ વાયુકાયની હિંસા થાય છે તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org