________________
GU
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩ | ગાથા ઃ ૨૫ પારમાર્થિક સ્વરૂપ છે. તે પારમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયો પણ તત્ત્વ છે. તેથી જે જીવોને તત્ત્વ શ્રદ્ધાનરૂપ સમ્યત્વ પ્રગટ થયું હોય તે જીવો સમ્યકત્વની શુદ્ધિના ઉચિત આચારોનું પાલન કરે છે. એનાથી ભગવાનના શાસનની પ્રભાવના થાય તે સમકિતનો આચાર છે. તેથી જે જીવો મહાવભવથી વિવેકપૂર્વક જિનપૂજા કરે છે તે જિનપૂજાના નિમિત્તને પામીને ઘણા યોગ્ય જીવોને બીજાધાનાદિ થાય છે તેથી જિનપૂજાથી શાસનની પ્રભાવના થાય છે. અને જેઓ આ રીતે સમ્યકત્વના આચારરૂપે જિનપૂજા કરીને શાસનપ્રભાવના કરે છે તેઓ સદ્ગતિની પરંપરારૂપ સુયશના ભંડારને પ્રાપ્ત કરે છે. આ રીતે શાસનપ્રભાવનાના અંગભૂત જિનપ્રતિમાની પૂજા અવશ્ય સ્વીકારવી જોઈએ. ll૩/૨પા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org