________________
ઉર
વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળઃ ૩| ગાથા : ૨૨-૨૩
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તોપણ સંભવ સર્વને માનીને તે પ્રમાણે અરિહંતનો લોકોપચાર વિનય ધર્મ છે તેમ સ્વીકારવું એ સમકિતનો શુદ્ધ આચાર છે તેમાં યુક્તિ આપે છે. ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમાં અંગમાં આનંદશ્રાવકે વ્રતો ઉચ્ચરાવ્યાં છે તેનું વિધાન મળે છે અને જેમ આનંદશ્રાવક શ્રાવકનાં વ્રતો પાળનારા હતા તેમ પ્રદેશ રાજા પણ ધર્મ પામ્યા પછી શ્રાવકનાં વ્રતો પાળનારા હતા. આમ છતાં પ્રદેશ રાજાના પાઠમાં તેને વ્રત ઉચ્ચરાવવાની વિધિ કહી નથી. હવે, પ્રદેશ રાજાએ વ્રત ઉચ્ચરાવ્યાં છે તેવો સંભવ છે છતાં તેમના વક્તવ્યમાં તેવું કથન નહિ હોવાથી પ્રદેશ રાજાએ વ્રતો ઉચ્ચરાવ્યાં છે તેવું જેઓ માનશે નહિ તેઓ શ્રુતના યથાર્થ તાત્પર્યને ગ્રહણ કરવાનું છોડીને વિપરીત અર્થ કરનારા હોવાથી આઠ કર્મોથી વીંટાશેઃઘણાં કર્મો બાંધશે. ll૩/૨સા અવતરણિકા -
ગાથા-૨૧માં કહેલ કે અરિહંતનો વિનય કરવો તે ધર્મ છે અને અરિહંતોનો વિરહ કાળ હોય ત્યારે અરિહંત ભગવંતનો વિનય તેમની પ્રતિમાની ભક્તિથી થઈ શકે છે. તેથી સંભવ એવા સર્વને જાણીને તેનો સ્વીકાર કરવો જોઈએ તેની જ પુષ્ટિ કરવા અર્થે કહે છે – ગાથા :
પડિકમણાદિક ક્રમ નહીં, પાઠ સપ્તમ અંગે રે;
પઢમઅણુઓગથી પ્રકરણે, સર્વ કહ્યું વિધિ રંગે રે. શાસન. ૨૩ ગાથાર્થ :
સાતમા ઉપાસકદશાંગસૂત્ર નામના અંગમાં પ્રતિક્રમણાદિના ક્રમનો પાઠ નથી અને પ્રથમ અનુયોગથી પ્રકરણમાં પ્રતિક્રમણાદિ ક્રમ સર્વ વિધિ રંગે કહ્યો, તેથી સાતમા અંગમાં પણ તેનો સંભવ હોવાથી સ્વીકારવું જોઈએ. Il3/૨૩||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org