________________
४४
વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩| ગાથા ઃ ૧-૨
(રાગ - ઋષભનો વંશ રયણાયરૂ – એ દેશી)
ગાથા :
શાસન તાહરું અતિ ભલું, જગિ નહીં કોઈ તસ સરિખું રે; તિમ તિમ રાગ ઘણો વાધે, જિમ જિમ જુગતિસ્યું પરખું રે. ૧
શાસન તાહરું અતિ ભલું-એ આંકણી ગાથાર્થ :
હે ભગવાન ! તમારું શાસન અતિ ભલું છે=અત્યંત કલ્યાણને કરનારું છે, જગતમાં તેના જેવું કલ્યાણને કરનારું અન્ય કોઈ નથી. જેમ જેમ જુગતિશું મુક્તિની, પરખ થાય છે તેમ તેમ રાગ ઘણો વદો છે. ll૩/૧II ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ અનેક દૃષ્ટિકોણથી ભગવાનના વચનાનુસાર જિનપ્રતિમા પૂજનીય છે તેનું સ્થાપન કર્યું અને તે સ્થાપન દ્વારા વીતરાગની પ્રતિમા વીતરાગભાવની પ્રાપ્તિમાં પ્રબળ કારણ છે તેમ દેખાવાથી ગ્રંથકારશ્રી કહે છે કે “હે ભગવંત ! તમારું શાસન અતિકલ્યાણને કરનારું છે. કેમ કે ભગવાનના શાસનનાં દરેક વચનો જીવને મોહની આકુળતાથી પર કરીને વીતરાગભાવની પ્રાપ્તિમાં પ્રબળ કારણરૂપ છે અને જગતમાં તેના જેવાં કોઈનાં વચનો દેખાતાં નથી. તેથી ગ્રંથકારશ્રીને ભગવાનના શાસન પ્રત્યે અત્યંત ભક્તિ થાય છે અને કહે છે કે તમારાં શાસ્ત્રોના અધ્યયનથી જેમ-જેમ સંસારથી પર એવી મુક્ત અવસ્થાની અધિક-અધિક પરખ થાય છે તેમ-તેમ મુક્તિની પ્રાપ્તિ પ્રત્યે પ્રબળ કારણ એવા તમારા શાસન પ્રત્યે રાગ ઘણો વધે છે. ll૩/૧૫ અવતરણિકા :હવે ગ્રંથકારશ્રી આગમવચનથી જિનપ્રતિમા પૂજ્ય છે તેનું સ્થાપન કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org