________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૨૧-૨૨ ઉત્તમ ફળો આવે છે તે મોક્ષના અને દેવલોકના સુખ સમાન છે તેમ શાસ્ત્રકારો કહે છે. તેથી દેવલોકનું સુખ એ પૂર્વભવના તપ-સંયમનું ફળ છે. માટે ઉત્તમ એવા તપ-સંયમના ફળને “અવિરતિ છે” એમ કહીને નિંદા કરવી તે પરમાર્થથી તપ-સંયમની નિંદા છે; કેમ કે જો તપ-સંયમ સુંદર હોય તો તેનું ફળ તો અધિક સુંદર કહેવાય અને જો તે ફળ ખરાબ હોય તો તે ફળને આપનારું વૃક્ષ પણ ખરાબ છે એમ ફલિત થાય છે. તેથી તપ-સંયમના ફળને પામેલા એવા દેવતાઓ જે જિનપ્રતિમા પૂજે છે તેને કર્તવ્ય માને નહિ તેવા સ્થાનકવાસીઓએ એ મર્મ જાણ્યો નથી-તપ-સંયમરૂપ વૃક્ષનું ફળ મોક્ષ અને દેવલોકનું સુખ છે એ મર્મ જાણ્યો નથી, તેથી તપ-સંયમના ફળની નિંદા કરે છે. ર/રચા અવતરણિકા :
સમ્યગ્દષ્ટિ દેવો અતિશય વિવેકવાળા છે માટે પણ તેઓ વડે કરાયેલી જિનપ્રતિમાની પૂજા શ્રાવકને કર્તવ્ય છે તેમ માનવું જોઈએ તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
દશવૈકાલિકે નર થકી, સુર અધિક વિવેક જણાય; લાલ રે. દ્રવ્યસ્તવ તો તેણે કર્યા, માને તસ સુજશ ગવાય. લાલ રે.
તુજ૦ ૨૨ ગાથાર્થ :
દશવૈકાલિકસૂત્રમાં મનુષ્ય થકી દેવને અધિક વિવેક છે તેમ જણાવ્યું છે તેથી તેમણે દેવોએ, દ્રવ્યસ્તવ કર્યો છે તેને જે માને તેનો સુયશ ગવાય ર/રશા ભાવાર્થ
દશવૈકાલિકસૂત્રમાં “દેવાવિ ત નમસતિ” એ પાઠ દ્વારા અર્થથી કહ્યું છે કે મનુષ્ય થકી દેવામાં અધિક વિવેક હોય છે; કેમ કે જો દેવો કરતાં મનુષ્ય અધિક વિવેકવાળા હોય તો “મનુષ્યો પણ તેને નમસ્કાર કરે છે” એમ કહેલ હોત. તેથી અર્થથી ફલિત થાય છે કે દેવો અધિક વિવેકવાળા છે. માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org