________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૨ / ગાથા : ૧૬ શાસ્ત્રવચનથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ અને સૂર્યાભદેવને જે આરાધક કહ્યા છે તે પૂર્વભવને આશ્રયીને છે. માટે જે આરાધક નથી તેઓ વડે કરાયેલી પ્રતિમાની પૂજાથી પ્રતિમા પૂજય સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
અંગ ઉપાંગે ઘણે કહી, એમ દેવ દેવીની ભકિત; લાલ રે, આરાધકતા તેણે થઈ, ઇહાં તામલી ઇંદ્રની યુક્તિ. લાલ રે.
તુo ૧૬ ગાથાર્થ :
અંગ અને ઉપાંગમાં ઘણે ઘણાં સ્થાને, એમ જેમ સૂર્યાભદેવના પ્રસંગમાં કહ્યું એમ, દેવ-દેવીની ભક્તિ કહી છે. તેણે આરાધકતા થઈકતે ભક્તિને કારણે દેવ-દેવીઓમાં આરાધકતા પ્રાપ્ત થઈ. વળી પૂર્વભવને આશ્રયીને દેવ-દેવીની આરાધકતા નથી એમાં તામલીઇન્દ્રની યુક્તિ છે તામસીતાપસ પૂર્વભવમાં જેન ધર્મને પાળીને ઇન્દ્ર થયા નથી તેથી પૂર્વભવને આશ્રયીને તેમને આરાધક કહી શકાય નહિ, પરંતુ ઈન્દ્રના ભવમાં ભગવાનની ભક્તિ કરે છે તે અપેક્ષાએ આરાધક કહી શકાય. 1ર/૧૬ll ભાવાર્થ -
કેટલાક સ્થાનકવાસીઓ કહે છે કે અવિરતિના ઉદયવાળાને આરાધક કહેવાય નહિ અને દેવ-દેવીઓ અવિરતિના ઉદયવાળા છે તેથી આરાધક નથી. વળી, શાસ્ત્રમાં દેવ-દેવીઓને કોઈ સ્થાનમાં આરાધક કહ્યા છે તે પૂર્વભવના આરાધક ભાવને સામે રાખીને આરાધક કહ્યા છે. પરંતુ વર્તમાન દેવભવમાં જેઓ આરાધક ન હોય તેવાં દેવ-દેવીઓએ પ્રતિમાની પૂજા કરી હોય અને તેનો ઉલ્લેખ શાસ્ત્રમાં પ્રાપ્ત થતો હોય એટલા માત્રથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થાય નહિ તેને ગ્રંથકારશ્રી કહે છે.
અંગ અને ઉપાંગમાં ઘણે સ્થાને દેવ-દેવીઓએ ભગવાનની ભક્તિ કરી છે તેવો ઉલ્લેખ મળે છે. તે ભગવાનની ભક્તિને કારણે તે દેવ-દેવીઓમાં આરાધકતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org