________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૧૧-૧૨-૧૩-૧૪, ૧૫ ૩૫
ફૂલના પુંજ ભગવાનની આગળ મૂકે છે. આઠ મંગલ આલેખે છે. ધૂપ આપીને કાવ્યથી સ્તુતિ કરે છે અને શસ્તવનો પાઠ કરે છે. I/ર/૧all
જિન સ્વમુખે જેહના જે સૂર્યાભદેવના, ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ કહે, તેની જિનપૂજાની ભક્તિ નવિ માને, તે નિટોલ છે ઘીટ્ટા છે. Iી૨/૧૪ll. ભાવાર્થ :
સૂર્યાભદેવે સામાનિક દેવને પૃચ્છા કરી કે મારું પૂર્વ હિત શું છે, પથ્થાત્ હિત શું છે ત્યારે સામાનિક દેવે પૂર્વ અને પચ્છતું હિત જિનપ્રતિમા અને જિનની દાઢાની પૂજા છે તેમ કહ્યું. ત્યારપછી સૂર્યાભદેવ ધર્મવ્યવસાયસભામાં જાય છે અને ત્યાં રત્નનાં પુસ્તકોને વાંચે છે અને પુસ્તક વાંચીને ધર્મવ્યવસાય કરવાનો અભિલાષ કરે છે. વળી તે અભિલાષ કરીને સૂર્યાભદેવ સિદ્ધાયતનમાં જાય છે જિનાલયમાં જાય છે, જ્યાં દેવછંદાનું સ્થાન છેઃજિનપ્રતિમાનું સ્થાન છે. ત્યાં દેવછંદામાં રહેલી જિનપ્રતિમાને જોઈને સૂર્યાભદેવ શિરથી પ્રણામ કરે છે, જે પ્રણામ શુભનું બીજ છે=કલ્યાણનું કારણ છે; કેમ કે જિનપ્રતિમાને જોઈને જિન પ્રત્યેના વધતા જતા બહુમાનભાવથી કરાયેલ પ્રણામથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ છે. વળી સૂર્યાભદેવ પુષ્પ, માળા, ચૂર્ણ, વસ્ત્ર, આભરણ અલંકારથી, જિનપ્રતિમાને પૂજે છે, જિનપ્રતિમા આગળ ફૂલના ગુચ્છા મૂકે છે, અષ્ટમંગલનું આલેખન કરે છે, ધૂપ કરીને કાવ્યથી ભગવાનની સ્તુતિ કરે છે અને શક્રસ્તવનો પાઠ કરે છે. વળી જે સૂર્યાભદેવ વિર ભગવાન પાસે વંદન કરવા આવેલ છે ત્યારે હું ભવ્ય છું ? કે અભવ્ય છું?' ઇત્યાદિ છે પ્રશ્નો કરે છે અને વીર ભગવાન સ્વમુખે તેને ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ કહે છે. તે સૂર્યાભદેવની જિનપૂજાની ભક્તિ જે ધર્મરૂપ માનતા નથી તે નિટોલ છે=ધીઢા છે. ll૨/૧૧-૧૨-૧૩-૧૪ અવતરણિકા :
જિનપ્રતિમા પૂજ્ય નથી તેમ માનનાર કેટલાક સ્થાનકવાસી કહે છે કે સૂર્યાભદેવે જિનપ્રતિમા પૂજી છે તેવો રાયપણીસૂત્રમાં પાઠ છે તે અમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org