________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ / ગાથા : ૨-૩-૪, ૫
પૂજા કરી છે એ પ્રકારનો શ્રીરાયપાસેણીસૂત્રમાં પાઠ છે તેથી જેમ સૂર્યાભદેવે દ્રવ્યથી પ્રહરણાદિની પૂજા કરી છે તેમ દ્રવ્યથી જિનપ્રતિમાની પૂજા કરી છે માટે સૂર્યાભદેવની પ્રતિમાની પૂજાના બળથી જિનપ્રતિમા શ્રાવકને પૂજનીય છે તેમ સિદ્ધ થાય નહિ. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે.
સૂર્યાભદેવ સમ્યગ્દષ્ટિ દેવ છે અને સમ્યગ્દષ્ટિ જિનપ્રતિમાની પૂજાની શ્રદ્ધા કરે છે તે દ્રવ્યથકી કેમ હોય અર્થાત્ માત્ર આચારથકી તે પૂજા હોઈ શકે નહીં પરંતુ ભગવાન પ્રત્યેના ભક્તિના પરિણામથી જ સૂર્યાભદેવની પૂજા સંભવી શકે. ll૨/૨-૩-૪ll અવતરણિકા :
શ્રીરાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવના અધિકારમાં સૂર્યાભદેવે પ્રહરણ કોશાદિની પૂજા કરી છે અને જિનપ્રતિમાની પૂજા કરી છે. આમ છતાં તે બન્ને પૂજામાં ભેદ બતાવેલ છે તે ભેદને વિચારવાથી પણ જિનપ્રતિમા પૂજનીય છે તેમ સિદ્ધ થાય છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
દ્રવ્યથકી જે પૂજિયાં, પ્રહરણ કોશાદિ અનેક; લાલ રે, તેહ જ બિહું જૂદાં કહ્યાં, એ તો સાચો ભાવ વિવેક. લાલ રે.
તુજ૦ ૫
ગાથાર્થ -
દ્રવ્યથકી સૂર્યાભદેવે પ્રહરણ કોશાદિ અનેક વસ્તુને જે પૂજી છે, તેહ જ-રાયપાસેણીસૂત્રનું તે કથન જ, બન્ને જુદા કહ્યા પ્રહરણાદિની પૂજા અને જિનપ્રતિમાની પૂજામાં ભેદ કહ્યો, એ ભેદ તો સાચો ભાવનો વિવેક છે સૂર્યાભદેવના ચિત્તમાં જિનપ્રતિમા પ્રત્યે વર્તતા ભક્તિના ભાવનો સાયો વિવેક છે. ર/પII
ભાવાર્થ :
શ્રીરાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવે જે પ્રહરણાદિની પૂજા કરી છે તેનું વર્ણન છે અને જિનપ્રતિમાની પૂજા કરી છે તેનું પણ વર્ણન છે. ત્યાં પ્રહરણાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org