________________
૧૨૦
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૧૬ નિર્યુક્તિથી મિશ્ર કહ્યો અને ત્રીજે નિરવશેષ અનુયોગ કહ્યો-તે સૂત્ર ઉપર જે કોઈ ચૂર્ણિ વગેરે છે તે સર્વથી અનુયોગ કહ્યો છે. અને આ પ્રકારનો અનુયોગ પાંચમા અંગમાંeભગવતીસૂત્રમાં, છે એમ જગદીશ= ભગવાન કહે છે. II/૧૬II ભાવાર્થ :--
ગીતાર્થ ગુરુ યોગ્ય શિષ્યને યોગોહનપૂર્વક આગમની ક્રમસર ત્રણ વાચના આપે છે. તે ત્રણ વાચનાથી આગમના અર્થની પ્રાપ્તિરૂપ અનુયોગની પ્રાપ્તિ ત્રણ ભૂમિકાથી થાય છે. અનુયોગ=વ્યાખ્યાનસૂત્ર, તેમાં પહેલું વ્યાખ્યાન અર્થનું કરે છે, જેમાં તે સાધુ સૂત્ર અને સૂત્રના સામાન્ય અર્થને ધારણ કરી સૂત્ર-અર્થને કંઠસ્થ, સ્થિર, પરિચિત કરે છે. આ રીતે સૂત્ર-અર્થથી સંપન્ન થયેલા તે સાધુને ગીતાર્થ ગુરુ નિર્યુક્તિથી યુક્ત બીજો અનુયોગ આપે છે અર્થાત્ બીજું વ્યાખ્યાન કરે છે જેથી તે મહાત્માને નિર્યુક્તિના બળથી સૂત્રના ગંભીર અર્થોની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે તે સાધુ સૂત્ર અને વિશેષ અર્થને સ્થિર કરી લે ત્યારપછી ત્રીજી વાચનામાં તે સૂત્રો પર જે કાંઈ ભાષ્ય, ચૂર્ણિ વગેરે ઉપલબ્ધ હોય તેનાથી તે સૂત્રનો અર્થ કરે છે. આ પ્રમાણે ત્રણ પ્રકારનો અનુયોગ ભગવતીસૂત્ર નામના પાંચમા અંગમાં ભગવાને કહ્યો છે. તેથી પાંચમા અંગના વચનના પ્રમાણથી સૂત્ર ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય વગેરે પંચાંગીને પ્રમાણ સ્વીકારવી જોઈએ અને જેઓ પંચાંગીને પ્રમાણ માનતા નથી તેઓને ભગવાનના વચનમાં શ્રદ્ધા નથી માટે સમ્યકત્વ નથી.
અહીં વિશેષ એ છે કે સ્થાનકવાસી જિનપ્રતિમાને પૂજ્ય માનતા નથી અને પંચાંગીના વચનથી જિનપ્રતિમાની પૂજ્યતા સિદ્ધ ન થાય તેના માટે તેઓ કહે છે કે આગમવચન પ્રમાણ છે પણ પંચાંગી પ્રમાણ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે જેઓ પંચાંગીને પ્રમાણ માને નહિ તેઓમાં સમકિત નથી માટે પાંચમા અંગના વચનના બળથી પંચાંગીને પ્રમાણ માનવી જોઈએ અને પંચાંગીને પ્રમાણ સ્વીકારીએ તો તેના વચનના બળથી પ્રતિમાને પૂજ્યરૂપે સ્વીકારવી જોઈએ. II૬/૧૧ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org