________________
૧૦૪
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથાઃ ૨૩
અવતરણિકા :
વળી દેવતાઓ જિનપ્રતિમા પાસે સુંદર કાવ્યોથી જે રીતે ભક્તિ કરે છે તે ભક્તિ કરનાર મહાત્માને શું ફળ મળે તે બતાવીને જિનપ્રતિમા પૂજનીય છે તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
અપુણરૂર અડસય વડવૃત્ત, ઈમ સુર ભાવે ચિત્તે રે; ધન
ઈમ જિન પૂજી જે ગુણ ગાવે, સુજશ લીલ તે પાવે રે. ધન. ૨૩ ગાથાર્થ :
અપુણરૂd=જેમાં પુનરુક્તિ ન હોય તેવા, અડસય=એકસો આઠ, વડવૃત્ત શ્રેષ્ઠ કાવ્યોથી આ રીતે, સુર-દેવતાઓ, જિનપ્રતિમા આગળ સુંદર ભાવથી સ્તુતિ કરે છે. તેમ જે શ્રાવક જિનને પૂજીને જિનગુણ ગાય છે તે શ્રાવક સુજસની લીલાને પામે છે. પ/ર૩| ભાવાર્થ -
સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓને દેવતાઓ પૂજે છે અને વિબુધ એવા દેવતા અપુનરુક્તિવાળાં ૧૦૮ પ્રમાણ શ્રેષ્ઠ કાવ્યોથી ભગવાનની સ્તુતિ કરે છે. આ રીતે તે દેવતાઓ જિનગણના પ્રણિધાનપૂર્વક ઉત્તમ સ્તુતિ કરે છે તેમ જે શ્રાવક દિનની પૂજા કરીને જિનગુણના પ્રણિધાનનું કારણ બને તેવાં શ્રેષ્ઠ કાવ્યોથી સ્તુતિ કરે તો તે શ્રાવક સદ્ગતિની પ્રાપ્તિરૂપ સુયશની લીલાને પ્રાપ્ત કરે છે. પરિણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org