________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૫ | ગાથા ઃ ૧૪-૧૫, ૧૬ ૯૭ ગાથાર્થ :
વળી ૧૦૮ હરતાલ સમુગકો, ૧૦૮ મનસિલ સમુગકો, ૧૦૮ અંજન સમુગકો – સર્વ મનોરંજન સુગંધથી ભરેલા જાણવા, ૧૦૮ ધ્વજાઓ એ સર્વ સનૂરાં સાધન છે જિનપ્રતિમા આગળ સુંદર સાધનો છે. પિ/૧૪ll ગાથા -
સુર એ પૂજાસાધન સાથે, જિન પૂજે નિજ હાથે રે; ધન
સિદ્ધાયતને આપ વિમાને, શૂભાદિક બહુ માને રે. ધન ૧૫ ગાથાર્થ :
દેવો એ પૂજાના સાધન સાથે નિજ હાથે જિનને પૂજે છે અને સિદ્ધાયતન નામના પોતાના વિમાનમાં યૂભાદિકને બહુ માને છે ખંભાદિકને બહુ પૂજે છે. પ/૧૫ll ગાથા :
એહ અપૂરવ દરિશણ દીઠું, સુરતરુફલથી મીઠું રે; ધન
એ સંસારસમુદ્ર નાવા, તારણતરણસહારા રે. ધન- ૧૬ ગાથાર્થ :
એહ આ પ્રકારનું ઉપરમાં વર્ણન કર્યું એ પ્રકારનું, શાસ્ત્ર દ્વારા અપૂર્વ દર્શન જિનપ્રતિમાનું અપૂર્વ દર્શન જોયું, જે કલ્પવૃક્ષના ફલથી પણ મીઠું છે અને તે જિનપ્રતિમાનું દર્શન સંસારસમુદ્ર માટે નાવ સમાન છે અને તારણતરણ સ્વભાવવાળું છે ભગવાનનું વીતરાગ સ્વરૂપ બીજાને અવલંબન દ્વારા તારણ સ્વભાવવાળું છે અને સ્વયં સંસારથી તરણ પર રહેવાના સ્વભાવવાળું છે. પ/૧૬ll. ભાવાર્થ :
પૂર્વમાં સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓનું ગ્રંથકારશ્રીએ શાસ્ત્રના વચનાનુસાર વર્ણન કર્યું. મહાવૈભવવાળી તે જિનપ્રતિમાઓ ભગવાનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org