________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૨૧-૨૨
વળી, જેઓ અપવાદપદથી નદી આદિ ઊતરે છે તે વખતે તેઓના ગમનથી જલાદિના જીવોની હિંસા થાય છે, તોપણ યતનાપરાયણ અને ભગવાનની આજ્ઞાનુસાર નદી આદિ ઊતરવાની પ્રવૃત્તિ કરનાર કેટલાક મહાત્માઓએ નદી ઊતરતાં શિવપદની પ્રાપ્તિ કરી. માટે સ્વરૂપથી થતી હિંસા મોક્ષની પ્રાપ્તિમાં બાધક નથી. તેથી કોઈ શ્રાવક યતનાપૂર્વક ભગવાનની ભક્તિ કરે, તેમાં જીવોની હિંસા થાય તે સ્વરૂપહિંસાથી પણ શિવપદની પ્રવૃત્તિનો બાધ થતો નથી.
૯૦
અહીં વિશેષ એ છે કે, જે મહાત્માઓને કોઈ દેવતાદિ સમુદ્રમાં નાંખે તો, તેઓના દેહથી હિંસા થતી હોવા છતાં મોક્ષની પ્રાપ્તિમાં તે હિંસા બાધક નથી, તેની જેમ જિનપૂજાથી થતી હિંસા મોક્ષની પ્રાપ્તિમાં બાધક નથી.
હવે ત્યાં સ્થાનકવાસી કહે કે, સમુદ્રમાં નંખાયેલા સાધુ તો પ્રયત્નપૂર્વક હિંસા કરતા નથી, માટે તેમના દેહથી થતી હિંસા મોક્ષપ્રાપ્તિમાં બાધક નથી. પરંતુ શ્રાવક તો પુષ્પાદિમાં હિંસા છે તેમ જાણવા છતાં સ્વપ્રયત્નથી હિંસાને અનુકૂળ વ્યાપારરૂપ પૂજાની ક્રિયા કરે છે માટે તે પૂજાની ક્રિયા મોક્ષનો બાધ કરનારી છે. આના નિવારણ માટે ગાથાના ઉત્તરાર્ધથી બીજું દૃષ્ટાંત આપે છે અને કહે છે કે જેઓ અપવાદપદથી નદી ઊતરતા હોય તેવા પણ સાધુ નદી ઊતરતાં કેવળજ્ઞાનને પામ્યા, તે સ્થાનમાં નદી ઊતરવાની ક્રિયા જલના જીવોની વિરાધનારૂપ છે તેમ તે સાધુ જાણે છે છતાં ભગવાનના વચનના આલંબનથી અપવાદપદે તે સાધુ નદી ઊતરવાની ક્રિયા કરે છે અને તે નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા મોક્ષપદની પ્રાપ્તિમાં બાધક નથી. તેમ શ્રાવકની જિનપૂજામાં થતી હિંસા પણ મોક્ષપદની પ્રાપ્તિમાં બાધક નથી. ||૪/૨૧||
અવતરણિકા :
જિનપૂજામાં થતી હિંસા અનુબંધથી હિંસા નથી તેમ સ્વીકારનારા જ શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે, તે બતાવવા અર્થે કહે છે
ગાથા :
સાધુવિહાર પરિ અનુબન્ધુ, નહીં હિંસા જિનભક્તિ; ઈમ જે માને તેહની વાધે,
સુજશ આગમ-શક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
-
સુખ૦ ૨૨
www.jainelibrary.org