________________
૮૮
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૪ | ગાથા : ૨૦
ગાથા :
હેતુસ્વરૂપ ન હિંસા સાચી, સેવી તે અનુબધ;
તો જમાલિપ્રમુખે ફલ પામ્યાં, કઠુઆ કરી બહુ ધબ્ધ. સુખ૦ ૨૦ ગાથાર્થ :
હેતુ અને સ્વરૂપ હિંસા સાચી નથી પરમાર્થથી હિંસા નથી, અનુબંધ સેવી તે તો=અનુબંધથી હિંસા સેવી તે તો, જમાલી વગેરે કઠુઆ કરી બહુ ઘંધ ફળ પામ્યા કરવા વિપાકને કરીને સંસારમાં બહુ ભટકવાનાં ફળને પામ્યા. II૪/૨૦I. ભાવાર્થ
ત્રણ પ્રકારની હિંસાનું સ્વરૂપ પૂર્વની ગાથામાં બતાવ્યું, તેમાંથી જે હિંસાની પ્રવૃત્તિમાં અનુબંધની હિંસા ન હોય તે હિંસા, હેતુથી હોય કે સ્વરૂપથી હોય તોપણ તે હિંસા સાચી નથી અર્થાત્ કડવા ફળવાળી નથી. જેમ કોઈ વિવેકી શ્રાવક જિનગણના પ્રણિધાનપૂર્વક ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે ભગવાનની ભક્તિકાળમાં કોઈક અયતનાનો પરિણામ થાય તો ત્યાં હેતુથી હિંસાની પ્રાપ્તિ છે અને પુષ્પાદિ જીવોનું ઉપમર્દન થતું હોવાથી સ્વરૂપથી હિંસાની પણ પ્રાપ્તિ છે, તોપણ જિનગણના પ્રણિધાનપૂર્વક કરાતી પૂજા સર્વવિરતિની શક્તિના સંચયનું કારણ હોવાથી અનુબંધથી ફળથી, અહિંસાનું કારણ છે. તેથી શ્રાવકની તે પૂજાની પ્રવૃત્તિમાં જે હેતુહિંસા અને સ્વરૂપહિંસા છે તે અનર્થકારી ફળ આપનાર નથી.
વળી કોઈ શ્રાવક જિનવચનથી ભાવિત હોવાને કારણે પોતાની સંયમ સ્વીકારવાની શક્તિના અભાવને કારણે સંસારની પ્રવૃત્તિ કરે ત્યારે યતનાપૂર્વક શક્ય આરંભપરિહાર કરવા યત્ન કરે છે. તેની તે પ્રવૃત્તિ ભોગાદિ માટે હોવાથી તે પ્રવૃત્તિમાં હેતુથી હિંસા છે અને તે પ્રવૃત્તિમાં સ્વરૂપથી પણ હિંસા હોઈ શકે છે, છતાં જિનવચનથી ભાવિત હોવાના કારણે તે પ્રવૃત્તિમાં અનુબંધહિંસા નથી. આથી જ તે પ્રવૃત્તિથી તે શ્રાવકને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે.
વળી જમાલી વગેરે યતનાપૂર્વક સંયમની ક્રિયા કરતા હતા ત્યારે તેઓની પ્રવૃત્તિમાં હેતુ હિંસા નથી અને યતનાપૂર્વક સંયમની પ્રવૃત્તિ કરતા હતા ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org