________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
જોયા. કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યા, કર્કશ વચન બોલ્યા. આક્રોશ કીધા. અબોલા લીધા. કરકડા મોડ્યા. મચ્છર ઘર્યો. ‘સંભેડા લગાડ્યા. શ્રાપ દીધા.ભેંસા, સાંઢ, હુડુ, કુકડા, શ્વાનાદિ કાર્યા, ઝુઝતા જોયા. “ખાધિ લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ કપાસિયા, કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા. આલી વનસ્પતિ ખૂંદી. સૂઈ, શસ્ત્રાદિક નિપજાવ્યા. ઘણી નિદ્રા કીધી. રાગ-દ્વેષ લગે એકને
ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ વિરમણવ્રતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ ૮.
નવમે સામાયિકવ્રતે પાંચ અતિચાર તિવિહે દુપ્પણિહાણે સામાયિક લીધે મને આહટ્ટ દોહટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યા. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યાં. ઉંઘ આવી. વાત, વિકથા, ઘરતણી ચિંતા કીધી, વીજ દીવા તણી ઉજેહિ હુઈ. કણ, કપાસીયા માટી, મીઠું, ખડી, વાવડી, અરણેટ્ટો, પાષાણ પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિ *આભડ્યા. સ્ત્રી, તિર્યંચ તણા નિરંતર-પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તિ ઉલ્લંઘટ્ટી. સામાયિક અણપૂછ્યું પાર્યું, પારવું વિસાર્યું. નવમે સામાયિક વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષદિવસમાંહિ૦ ૯.
દશમે દેશાવગાસિક વ્રતે પાંચ અતિચાર આણવણે પેસવો, આણ-વણપ્પાઓગે, પેસવણપ્પઓગે, સદાણવાઈ, રૂવાણવાઈ, બહિયાપુગ્ગલ-પફખેવે. નિયમિત
૧. હલકી સડેલી વસ્તુ. ૨. સાચી જૂઠી વાત. ૩. પાડા. ૪. બોકડા. પ. ખોટના લીધે. ૬. સ્પર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org