________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૫૧. સફલ તીર્થ વૃંતા (ચોપાઈ)
Fe
સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ, પહેલે સ્વર્ગે લાખ બત્રીસ, જિનવરચૈત્ય નમું નિશદિશ. બીજે લાખ અટ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર. છદ્બે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ; આઠમે સ્વર્ગે છ હજાર, નવ-દશમે વંદું શત ચાર. અગ્યાર-બારમે ત્રણસેં સાર,
નવગ્રેવેચકે ત્રણસેં અઢાર;
પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાસી અધિકાં વળી. સહસ-સત્તાણું ત્રેવીસ સાર, જિનવર-ભવનતણો અધિકાર;
લાંબાં સો જોજન વિસ્તાર, પચાસ ઊંચાં બહોતેર ધાર.
એકસો એંસી બિંબ પ્રમાણ,
Jain Education International
3
૫
For Personal & Private Use Only www.jainelibrary.org