________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૩૬
વિષય કષાય ના ગંજીયા, તે પ્રણમું નિશદિશ. ૩ રાંક તણી પરે રડવડ્યો, નિરવણીઓ નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઈણ સંસાર. ૪
જ શ્રી સિદ્ધાચલજીના દુહા છે સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ એકે કું ડગલું ભરે, શેત્રુજા સામો જે હ; રીખવ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ. ૨ શેત્રુજા સમો તીરથ નહીં, રીખવ સમો નહીં દેવ; ગૌતમ સરિખા ગુરુ નહીં, વળી વળી વંદું તેહ. ૩ સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; શત્રુંજી નદી નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર. ૪ શત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકોશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ. ૫ જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. ૬
શ્રી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન જ શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શોભા તુમારી. ૧
ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાયો જયકારી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org