SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ W सिद्धान्तलेशसङ्ग्रहः વાસ્તવમાં અહીં બ્રહ્મનાં ત્રણ લક્ષણ જ આપ્યાં છે. બાદરાયણના બ્રહ્મસૂત્રમાં પણ અત્તાધિકરણ (બ સુ. ૧.૨, અધિ.૧, સત્ર ૯), અન્તર્યામ્યધિકરણ (૧.૨, અધિ. ૫, સ. ૧૮), જગદ્વાચિત્રાધિકરણ (૧.૪, અધિ. ૫. સ. ૧૬)માં આવું કઈ એકજ લક્ષણે કહ્યું છે. અત્તાધિકરણનું વિષયવાક્ય છે– ચહ્ય ૧ ક્ષત્ર વોમે માતઃ બા ! મૃત્યુÁહ્યોવસેવને રૂસ્થા વેદ ચત્ર સઃ (કઠોપનિષદ્ ૨.૨૫) (બ્રાહ્મણ અને ક્ષત્રિય જેને ભાત છે અને મૃત્યુ જેનું રાયતું છે તેને કોણ આમ જાણે છે કે એ કયાં છે ?) આ વાક્ય બ્રહ્મપરક છે. બ્રહ્મ ચરાચરાત્મક સકલ જગતને સંહર્તા છે, લયકારણું છે, એમ અહીં કહ્યું છે. અન્તર્યામ્યધિકરણમાં પરમાત્માને સર્વને અન્તર્યામી અને જગદ્વાચિત્વાધિકરણમાં તેને સર્વને કર્તા કહ્યો છે. કૌમુદી કારના મતે ઉપર્યુક્ત કૃતિમાં બ્રહ્મનાં ત્રણ લક્ષણે છે. હવે બીજાઓને મત રજૂ કરે છે જે પ્રમાણે આ એક જ લક્ષણ છે. । अन्ये तु-जन्मकारणत्वस्य स्थितिकारणत्वस्य च निमित्तकारणसाधारण्याद् उपादानत्वप्रत्यायनाय प्रपश्चस्य ब्रह्मणि लयो दर्शितः । अस्तु ब्रह्म जगदुपादानम्, तज्जन्मनि घट जन्मनि कुलालवत् , तस्थितौ राज्यस्थेमनि राजवच्च, उपादानादन्यदेव निमित्तं भविष्यतीति शङ्काव्यवच्छेदाय तस्यैव जगज्जननजीवननियामकत्वमुक्तम् । तथा चैकमेवेदं लक्षणम् अभिन्ननिमित्तोपादानतयाऽद्वितीयं ब्रह्मोपलक्षयतीत्याहुः । જયારે બીજા કહે છે કે જન્મનું કારણ હેવું અને સ્થિતિનું કારણ હોવું એ નિમિત્તકારણસાધારણ છે તેથી ઉપાદાન (કારણ) છે એમ જણાવવાને માટે પ્રપંચને બ્રહ્મમાં લય બતાવ્યે છે. શંકા થાય કે ભલે બ્રહ્મ જગતનું ઉપાદાન હોય, પણ જેમ ઘડાના જન્મમાં કુંભાર તેમ તેના જન્મમાં, અને જેમ રાજ્યની સ્થિરતામાં રાજા તેમ તેની સ્થિતિમાં ઉપાદાનથી જુદું જ નિમિત્ત હશે. આ શંકાના નિરાકરણ માટે તે જગ-જનનજીવનનિયામક છે એમ કહ્યું છે. અને આમ આ એક જ લક્ષણ છે જે અદ્વિતીય બ્રહ્મને અભિનનિમિત્તોપાદાન તરીકે રજૂ કરે છે. વિવરણ: જેનાથી જન્મ અને જેનાથી જીવે એ તે નિમિત્તકારણ પણ હોઈ શકે તેથી એટલું માત્ર કહેવાથી બ્રહ્મ જગત નું ઉપાદાનકારણું છે એવું જ્ઞાત થતું નથી. માટે તે જણાવવા એમ કહ્યું છે કે પ્રપંચને બ્રહ્મમાં લય થાય છે. તે પછી જગતને લય જેમાં છે તે બ્રહ્મ એટલું લક્ષણ પર્યાપ્ત થાત–એવી શંકા થાય, તેના ઉત્તરમાં કહ્યું છે કે સામાન્ય રીતે જન્મકર્તા કે સ્થિતિકર્તા અને ઉપાદાન કારણ જુદાં હોય છે. કુંભાર ઘટના ઉપાદાન કારણ માટીથી જુદે છે તેમ જગતના જન્મમાં પણ ઉપાદાનકારણ બ્રહ્મથી જુદું કેઈ નિમિત્તકારણ હોવું જોઈએ, અથવા રાજ્યની પાલનરૂપ સ્થિરતામાં પાલનીય પ્રજારૂપ ઉપાદાનથી અતિરિક્ત નિયન્તા રાજા હોય છે તેમ જગના ઉપાદાન બ્રહ્મથી અલગ કોઈ સ્થિતિહેતુભૂત નિયામક હે જોઈએ એવી શંકા થાય તેથી અહીં લયની સાથે સ્થિતિ ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy