SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨. सिद्धान्तलेशसहमहः तदेव जीवस्य संसारदशायामोधरा मेदानभिव्यक्त्या स्वकीयत्वेनानवभासमानं तं प्रति तिरोहितमित्येव समर्थनीयमिति घट्टकुटीप्रभातवृत्तान्तः। વળી, મુક્તિમાં જીવનાં અપહત પામત્વાદિ આગન્તુક છે એમ માનવામાં આવે તો ‘તHઘાવ:” એ મ મુક્તિમાં આગન્તુક રૂપનો નિષેધ છે તેનાથી, અને ઘામાનાજી તિરોહિતY', ‘ત્તાવેવિપૂંaહારતુ' એમ અપહત પામવ આદિના, બંધ અને મુક્તિમાં, (અનુક્રમે) તિભાવ અને આવિર્ભાવનું પ્રતિપાદન છે તેનાથી વિરોધ થાય માટે અપહત પામત્વાદિન) નિત્યસિદ્ધ કહેવું (માનવું) જોઈ એ તેથી બંધનું મિથ્યાત્વ દુર્વાર છે (બ ધ મિશ્યા છે એમ માન્યા સિવાય છૂટકો નથી, બંધનું મિથ્યાત્વ વારવું મુશ્કેલ છે). એ જાણીતું છે કે નિત્યસિદ્ધ અપહત પામત્વ એટલે સર્વદા પાપરહિત હોવું, અને જે વાસ્તવમાં સર્વદા પાપરહિત છે તેમાં પાપનો સંબંધ પારમાર્થિક હોઈ શકે નહિ; અથવા તે (પાપ-સંબંધ) જેનું મૂલ છે એવો કતૃત્વ, ભકતૃત્વનો સંબંધ પારમાર્થિક સંભવતો નથી. અને આમ તબંધ મિથ્યા છે માટે) જીવને ઇશ્વરથી અભેદ પણુ દુવર છે (-માન જ પડશે, કારણ કે મૃતથી પ્રતિપાદિત એ તેમને જે અભેદ તેના વિરોધી બંધ સત્ય નથી: અને અન્યથા (–બંધ સત્ય હોય તો) સંસારીમાં નિત્યસિદ્ધ સત્યસંકલપના તિરોધાનનું કથન અયુક્ત બની જાય. જીવન સંસારદશામાં ચાલુ રહેતો કેઈક એકાદ અને વિષય કરતો કઈક સારો સંક૯૫ તિરહિત છે એમ બીજાએ પણ સ્વીકારતા નથી, પરંતુ ઈશ્વરનું જે નિત્યસિદ્ધ નિરવગ્રહ (અપરિમિત) સત્યસંકલ૫ત્વ છે તે જ જવની સંસારદશામાં ઈશ્વરથી (તેના) અભેદની અભિવ્યક્તિ ન હોવાથી સ્વકીય તપતાના) તરીકે અવભાસમાન થતું નથી તેથી તેની પ્રતિ તે તિહિત છે એમ જ સમર્થન કરવું પડશે માટે ઘટકુટ્ટીવૃત્તાન્ત થયો. વિવરણઃ ઉપર બતાવ્યું તેમ “નં હવેળ...'માં આત્મવાચક “સ્વ” પદના પ્રયોગનું પ્રયોજન એ છે કે મુક્તિ સ્વર્ગાદિની જેમ આગન્તુક છે, ઉત્પાદ્ય છે એવી ગેરસમજને નિરાસ થાય. અન્યથા આ પદ વ્યર્થ બની જાય. સત્યસંકલ્પવાદિ૫ જે. “ન હન'માં મુક્તિ માનવામાં આવે છે તે જે આગન્તુક હોય તે તેના આગન્તુકર્વને નિષેધ કરનાર અધિકરણને જેમાં વિરોધ થાય છે તેમ બંધ દશામાં સત્યસંક૯પત્યાદિનું નિરધાન થાય છે એવું પ્રતિપાદન કરનાર સત્રથી અને મુકિત દશામાં સત્યસંક૯પત્યાદિને આવિર્ભાવ થાય છે એમ પ્રતિપાદન કરનાર સૂત્રથી તેને વિરોધ થાય. મુકિતમાં સત્યસંકલ્પવાદિ ક્વેસરથી ઉત્પન્ન થતાં હૈય તો શ્રુતિ-સત્રમાં કહ્યા પ્રમાણે તેમના તિરભાવ અને આવિર્ભાવને પ્રશ્ન જ ન રહે; તિભાવ અને આવિર્ભાવનું કથન અસંગત અને અયુકત બની જાય. અને ઈશ્વરની જેમ જીવમાં પણ અપહત પામવાદિ નિત્યસિદ્ધ હોય તો બધને મિથ્યા માનવો જોઈએ. અપહપામત્વ એટલે પાપને જીવ સાથે કદી પારમાર્થિક સંબંધ ન હો, અને એમ હોય તે પાપસંબંધમૂલક કવ-ભોકતૃત્વ-સંબંધ પણે પારમાર્થિક હોઈ શકે નહિ. આમ બ ધ મિથ્યા છે તે જીવને ઈશ્વરથી અભેદ માનવું જ પડશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy