SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ सिद्धान्तलेशसमहः છે કે ભારત અવસ્થામાં અન્ધત્વ, વિનાશિત્વ આદિ દોષ બતાવ્યા છે, સ્વપ્નાવસ્થામાં વેદનાદિ દો. બતાવ્યા છે અને સુવતિ અવસ્થામાં તેને પોતાનું કે બીજાનું જ્ઞાન નથી હતું, તે વિનષ્ટપ્રાય છે ઇત્યાદિ દોષ બતાવ્યા છે. અર્થાત આ ત્રણ અવસ્થાથી કલુષિત જીવ-રૂ૫ જે લેકસિદ્ધ છે તે હેય છે, ત્યજવા યોગ્ય છે એવું સમજાવીને જિજ્ઞાસુ અધિકારીને માટે વાસ્તવ બ્રહ્મસ્વરૂપના નિરૂપણને માટે ચતુર્થ પર્યાય છે. આમ પહેલા ત્રણ પર્યાય ચતુર્થ પર્યાયને શેર છે, તેના અંગભૂત છે માટે વ્યર્થ નથી. " સૂત્રકાર એમ કહેવા માગે છે કે મુક્ત જીવને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે; આવું ન હેય તે બદ્ધ જીવની જેમ મુક્ત છવમાં પણ અપહત પામતાદિ ગુણો ન સંભવે. શ થાય કે જીવ અને ઈશ્વર વસ્તુતઃ ભિન્ન છે તેથી મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય તે જ અપહતપાખ્યત્વે આદિ આઠ ગુણે તેમાં સંભવે એવું શા માટે? સ્વત જ કેમ ન સંભવે ? - આને ઉત્તર છે કે જે આ આઠ ગુણે ઈશ્વરના અસાધારણ ગુણ ન હોય અને જીવમાં પણ સંભવતા હેત તે આ આઠ ગુણ ઈશ્વરનાં લિંગ નથી એવી જે શંકા સત્તાવેત એ સૂત્ર-ભાગથી ક્યાં પછી જે આઠ ગુણોથી યુક્ત મુદત વસ્તુતઃ ઈશ્વરથી ભિન્ન માનવામાં આવે તે તે શકાને પરિહાર પ્રાપ્ત થતું નથી. આમ સૂત્રથી વિરોધ ઊભો થાય માટે મુકત ઈશ્વરથી ભિન્ન નથી. [અહી વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ ઘેડું સ્વતંત્ર વિવેચન કરે છે– શંકા થાય કે મુકતને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એમ માનવા માટે “આમ ન માનીએ તે વસરાત એ સૂત્રભાગમાં કરેલી શંકાને પરિહાર પ્રાપ્ત થતું નથી એ આપત્તિ આવી પડે છે” એ જ નિયામક છે? કે પછી પ્રજાપતિનું વાકય જ મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એમ નિર્ણય કરવામાં નિયામક છે ? આ શંકાનું સમાધાન છે કે પહેલો પક્ષ સ્વીકાર્ય નથી. મુક્ત બિંબભૂત ઈશ્વરભાવ પ્રાપ્ત કર્યા વિના કેવળ ચિત્માત્ર રૂપથી રહે છે એમ માનવામાં આવે તે આ આઠ ગુણોને બિંબભૂત ઈશ્વરથી અન્યત્ર અભાવ હોવાથી ઈશ્વરનાં અસાધારણ લક્ષણ છે તેથી આકાશને નિર્ણય ઈશ્વર તરીકે કરાવી શકશે. બીજો પક્ષ બરાબર નથી. પ્રજાપતિના વાકયમાં નિણુવિદ્યાનું પ્રતિપાદન પ્રસ્તુત છે તેથી મુણોની વિવક્ષા નથી માટે મુક્ત જીવમાં પણ આઠ ગુણોનું વિશિષ્ટય પ્રતિપાદ્ય નથી આનંદમયાધિકરણના (બ. સૂ. ૧ ૧.૧૨થી) આરંભના ભાગ્યમાં શંકરાચાર્ય સ્પષ્ટતા કરી છે કે ય બ્રહ્મના પ્રકરણમાં ગુણવૈશિષ્ટય પ્રતિપાદ્ય બનતું નથી. બ્રહ્મ એક જ હોવા છતાં ઉપવિઓના સંબંધની અપેક્ષાએ તેને ઉપાસ્ય માન્યું છે અને ઉપાધિના સંબંધ વિનાનું તે ય છે એમ ઉપદેશ આપે છે. આમ ય બ્રહ્મના પ્રકરણમાં ગુણવૈશિષ્ટનું પ્રતિમા ન હોઈ શકે નહિ. તેથી પ્રજાપતિના વાકયના ઉપક્રમમાં સત્યસંકઃપવ આદિન 'શ્રવણે છે તે ય બ્રહ્મની પ્રશંસા માટે જ છે કે ઉપલક્ષણ માત્ર છે; દહરવિદ્યામાં કહેલા આઠ ‘ગુણોની જેમ એ પ્રતિપાદ્ય નથી. શકરાચાર્યે કહ્યું છે કે તેનાથી વિપરીત અપહત પામવાદિ ગુણે વાળા પરમેશ્વર રૂપને તે વિદ્યાથી પ્રાપ્ત કરે છે એ પણ આઠ ગુણેથી ઉપલક્ષિત બ્રહ્મ વિષે છે એમ સમજવું.) [આ જે છેલી ચર્ચા કૃણુનંદની વ્યાખ્યામાં મળે છે તેમાં વ્યાખ્યાકારનું પોતાનું વિવેચન જણાય છે કે દહરવિદ્યાનું સમર્થન પ્રજા તિવાક્યથી થતું નથી કારણ કે પ્રજાપતિના વાક્યનું તાત્પર્ય નિર્ગુણ પરબ્રહ્મપરક છે, ગુણવૈશિષ્ટયપરક નહિ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy