________________
ચતુર્થ પરિચ્છે (અતિવિદ્યાચાર્યનો મત–) અવિદ્યાની જેમ તેની નિવૃત્તિ પણ અનિર્વચનીય જ છે અને તેની અનુવૃત્તિ હોય તે તેના ઉપાદાનભૂત અજ્ઞાનની અનુવૃત્તિને નિયમ હેવાથી અનિર્માક્ષની પ્રસિદ્ધિ થશે એમ માની શકાય નહિ, કારણ કે તેની અનુવૃત્તમાં પ્રમાણ નથી; કેમ કે (ઘટાદની) ઉત્પત્તિ જેમ પ્રથમ ક્ષણ માત્રમાં સંસ ધરાવનાર ભાવ-વિકાર છે તેમ નિવૃત્તિ પણ અન્તિમ ક્ષણ માત્રમાં સંસર્ગ ધરાવનાર ભાવ-વિકાર હેય એ ઉપપન છે. તેથી જ જેમ (ઉત્પત્તિની) પહેલાં અને પછી “ઉત્પન્ન થશે.” અને “ઉત્પન્ન થયા એમ ભાવી અને ભૂતરૂપથી જેનો વ્યવહાર કરવામાં આવે છે તે ઉત્પત્તિને કેવળ પ્રથમ ક્ષણમાં ઉત્પન્ન થાય છે એમ વર્તમાન વ્યવહાર થાય છે, તેમ પહેલાં અને પછી નિવૃત્ત થશે” અને “નિવૃત્ત થ” એમ ભાવી અને ભૂતરૂપથી જેને વ્યવહાર કરવામાં આવે છે તે નિવૃત્તિને કેવળ અતિમ ક્ષણમાં નિવૃત્ત થાય છે, નાશ પામે છે, “વંસ પામે છે અને વર્તમાન વ્યવહાર છે (તેથી નિવૃત્તિ પણ ક્ષણિક છે એમ સિદ્ધ થાય છે. બીજી બાજુએ જે નિવૃત્તિની અનુવૃત્તિ હોય તે લાંબા સમયથી ટુકડા કરી નાખવામાં આવેલા ઘડાની બાબતમાં પણ “હમણાં નિવૃત્તિ પામે છે. ઇત્યાદિ વ્યવહાર થે જોઈએ કારણ કે આખ્યાત ક્રિયાપદ) પ્રકૃતિ-અર્થ(ધાત્વથ)માં રહેલા વર્તમાનત્વ આદિ અથરનાં વાચક છે.
વિવરણઃ અવિદ્યા-નિવૃત્તિ આત્માથી અન્ય પદાર્થ છે એ પક્ષમાં બોજો મત રજુ કરે છે. અવિદ્યાની જેમ અવિદ્યા-નિવૃત્તિ પણ અનિવચનીય છે મુક્તિ અવસ્થામાં અવિદ્યા-નિવૃત્તિ ચાલુ રહેશે અને અનિર્મોક્ષ પ્રસક્ત થશે એમ માનવાની જરૂર નથી. ઘટાદ પદાર્થોની ઉત્પત્તિ કેવળ પ્રથમ ક્ષણમાં સંબધ ધરાવનાર ભાવરૂપ વિકાર માનવામાં આવે છે, અભાવરૂપ નહિ. તેમ જેને નિવૃત્તિ કહ્યો છે એ નાશ પણ ઘટાદિ પાર્થોને અતિમ ક્ષણમાં જ સંબંધ ધરાવનાર કોઈ ભાવરૂપ જ વિકાર માનવો જોઈએ, અભાવરૂપ નહિ. ઉત્પત્તિને ક્ષણિક ભાવવિકાર માનવા માટે તેમનાશને પણ ક્ષણિક ભાવ વિકાર માનવા માટે સમાન પ્રમાણ છે. ઉત્પત્તિની પહેલાં ધટ ઉત્પન્ન થશે” એમ ભાવિ પદાર્થ તરીકે તને વિષે વ્યવહાર થાય છે, અને ઉત્પાતની પછી “ધટ ઉત્પન્ન થયો' એમ સૂતરૂપથી વ્યવહાર કરવામાં આવે છે, જ્યારે ઉત્પત્તિની પ્રથમ ક્ષણમાં જ “ઉત્પન્ન થાય છે' એમ વર્તમાન તરીકે વ્યવહાર કરવામાં આવે છે, જે સિદ્ધ કરે છે કે ઉત્પત્તિ ક્ષણિક ભાવવિકાર છે. તેમ નિવૃત્તિને વિષે પણે તેની પહેલા અને પછી નાશ પામશે, “નાશ પામ્યો' એમ ઘટાદિનાશને ભાવી કે ભૂતથી વ્યવહાર થાય છે અને માત્ર નિવૃત્તિની પ્રથમ ક્ષણમાં જ નાશ પામે છે' એમ વર્તમાન તરીકે વ્યહવાર થાય છે તે બતાવે છે કે નિવૃત્તિ કે નાચ પણ ધટાદિની છેલી ક્ષણમાં સંબંધ ધરાવનાર ક્ષણિક ભાવવિકાર છે. જે નિવૃત્તિ કે નાશને સ્થાયી માનવામાં આવે તે એક મહિના પહેલાં ઘડાને નાશ થયો હોવા છતાં વર્તમાન કાળમાં પણ કપાલરૂ૫ ટુકડાઓમાં નિવૃત્તિરૂપ એવો પર(ન્યાય વૈશેષિક)ને માન્ય વંસરૂપ અભાવ વર્તમાન હોવાથી અત્યારે નાશ પામે છે, વંસ પામે છે' એમ નિવૃત્તિને વર્તમાન તરીકે વ્યવહાર થાય, કારણ કે ક્રિયાપદ (આખ્યાત) ધાતુના અર્થમાં રહેલા વર્તમાનવ કે અતીતત્વ કે ભાવિત્વના વાચક છે ( ન્યાય-વૈશેષિકના મતે પ્રર્વસાભાવને આદિ છે પણ અત નથી જ્યારે પ્રાગભાવને આદિ નથી પણ અંત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org