________________
ઉ૮૦.
सिद्धान्तलेशसङ्ग्रहः અને એમ કહી શકાય નહિ કે “તે (સ્વખકાલીન) વિષયની માત્ર અપરોક્ષતા સુખજનક છે અને એ સાક્ષિરૂપ હોઈને સત્ય જ છે.” (આ દલીલ બરાબર નથી) કારણ કે કામિનીના દર્શન કરતાં સ્પર્શ કરવામાં, પાથી સ્પર્શ કરવા કરતાં હાથથી સ્પર્શ કરવામાં, ભયંકર સર્પના મમસ્થળ નહિ એવા સ્થળમાં સ્પર્શ કરવા કરતાં મર્મ સ્થળમાં સ્પર્શ કરવામાં સુખવિશેષ (ખાસ પ્રકારનું સુખ) અને ભયધિશેષ અનુભવથી સિદ્ધ હેવાથી સ્વપ્નમાં પણ તે તે સુખવિશેષ, ભયવિશેષ આદિ કપિત દશન, સ્પશન આદિ વૃત્તિવિશેષથી ઉત્પન્ન થાય છે એમ કહેવું પડશે.'
વિવરણ: અતિવિઘાચાર્યના મતમાં વનિકાલીન પદાર્થોની પણ અર્થ ક્રિયાકારિતા સત્ય છે એમ કહીને મૂળ પ્રશ્નને ઉત્તર આપ્યો છે. જાગતાં બાધિત થાય તે અર્થ ક્રિયા પ્રતિભાસિક અને જાગતાં બાધિત ન થાય તે અર્થક્રિયા સ્વનિકાલીન હોવા છતાં તેનું વ્યાવહારિક સ ય જ છે એવો વિભાગ છે. આમ સ્વનિકાલીન પદાર્થોનું કેવળ પ્રાતિમાસિક અર્થ ક્રિયાકારિવ નથી હોતું, પરંતુ વ્યાવહારિક અર્થ ક્રિયાકારિત્વ પણ હોય છે. સ્વપ્ન-સ્ત્રી વગેરે પ્રબોધ (જાગવા)થી બાધિત ન થાય તેવા ભય, કંપ આદિ કરનારાં છે એમ આપણે જોઈએ છીએ. આમ પદાર્થો મિશ્યા હોય તે પણ અર્થ ક્રિયાકારી હોઈ શકે છે, તેમના અર્થ ક્રિયાકારિત્વમાં કઈ અનુપત્તિ નથી. જાગ્યા પછી પણ “સ્વપ્નકાળમાં મને સુખ, ભય આદિ નહેતાં થયાં' એમ સુખ, ભય આદિને બાધ અનુભવાત નથી. ઊલટું જગ્યા પછી પણ વતમાન સુખાનુભવના કાયરૂપ એવી મનની પ્રસન્નતા અને વર્તમાન વ્યથા કે દુઃખાનુભવના કાર્ય રૂ૫ શરીરકંપ આદિ થાય છે તેથી જ્ઞાન થાય છે કે જાગ્યા પછી પણ સુખ, ભય, દુઃખની અનુવૃત્તિ છે. આમ પ્રબોધ પછી પણ ચાલુ રહેતાં ભય આદિ સત્ય હોવાથી એવો નિશ્ચય થાય છે કે જાગ્યા પહેલાં પણ એ સત્ય હતાં સ્વપ્નકાલીન સુખ, ભય આદિ પણ જાગ્રત્-સુખ આદિની જેમ વ્યાવહારિક સત્ય છે, તે પ્રતિભાસિક નથી કારણ કે પ્રબોધ પછી પણ તેમને બાધ થતો નથી, અને પ્રબોધ પછી પણ તેમની અનુવૃત્તિ છે એ નિષ્કર્ષ આમાથી પ્રાપ્ત થાય છે. માટે પ્રાણુઓને તીવ્ર ઇચ્છા થાય છે કે સુખ જનક વિષય અંગે સ્વપ્ન ફરી આવે અને દુઃખજનક વિષય અંગે સ્વપ્ન ન આવે, *' શંકા-) રવપ્નમાં બધું વાસના માત્ર છે તેથી સત્ય ભય આદિને સંભવ કયાંથી હોય? " (ઉત્તર) “સતત રર ચેન નં ૫તિ ' એ શ્રુતિ અનુસાર કલ્પતરુના કતાએ માનસવૃત્તિરૂપ જ્ઞાન સ્વપ્નમાં છે એમ સ્વીકાર્યું છે. તેની જેમ અતઃકરણના પરિણામરૂપ ભય આદિ વ્યાવહારિક હોઈ શકે. તેનાથી અતિરિક્ત જે પદાર્થ છે તે જ વાસનાના પરિણામ હેઈને તેમને પ્રતિભાસિક માન્યાં છે. " (શકા–) સ્વખકાલીન ભય આદિ સપ, સ્ત્રી આદિ પદાર્થોથી ઉત્પન્ન થતાં નથી પણ તેિમના જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. આમ જ્ઞાન સત્ય છે તેથી અસત્યમાંથી સત્ય કાયની પણ ઉત્પતિ રવનમાં જોવામાં આવે છે એમ કહેવું યુક્તિયુક્ત નથી. - એ જ્ઞાન સત્ય જ છે એમ કહે છે તે તમારે એ કહેવું પડશે કે એ જ્ઞાન માત્ર મનથી ઉત્પન્ન થયેલી વૃત્તિરૂપ છે કે ચક્ષુ આદિથી જન્ય વૃતિરૂપ છે કે કેવળ સાક્ષીરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org