SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિછેદ ઉ૩૬ આ (દલીલ)થી ઉપાધિથી પ્રતિહત નયનરમિએ બિંબને પ્રાપ્ત કરે છે એમ ન સ્વીકારવામાં આવે તે વ્યવહિત અને ઉદ્ભૂત રૂપ આદિ વિનાની વસ્તુને પણ ચાક્ષુષ પ્રતિબિંબભ્રમ પ્રસક્ત થશે” એ (દલીલ)નું ખંડન થઈ જાય છે. - વિવરણ : બિબ-પ્રતિબિંબાભેદ-પક્ષમાં ઘણો બધે દટવિરોધ આવી પડે છે એમ બતાવીને હવે પ્રતિબિંબાણાસની ઉત્પત્તિ માનનાર પક્ષનું ઉપપાદન કરે છે. ઘટાદિના ચાક્ષુષ જ્ઞાનમાં ઘટાદિનું મહત્વ, તેમનું ઉદ્ભતરૂપત્ય અને અવ્યવહિતવ કારણભૂત છે તેથી આ ધર્મોને પોતાના આશ્રયભૂત પદાર્થના પ્રતિબિંબાણાસમાં પણ કારણભૂત માની શકાય; અર્થાત બિંબભૂત મુખાદિના ચાક્ષુષ જ્ઞાનમાં જેમ અવ્યવહિતવાદિ (–વસ્તુ અને ઇન્દ્રિય વચ્ચે કઈ અંતરાય ન જોઈએ, એ રસ્થૂળ હોવી જોઈએ અને પ્રકટ રૂપવાળી હેવી જોઈએ એ–) કારણભૂત છે તેમ પિતાના આશ્રય મુખાદિના પ્રતિબિંબરૂપ અધ્યાસની ઉત્પત્તિમાં પણ આ ધર્મોને કારણભૂત માની શકાય. અને જેમ વગિન્દ્રિય વિષયકેશને પ્રાપ્ત કરીને જે તે વિષયનું ગ્રહણ કરે છે તેમ જ ચક્ષુરિન્દ્રિય પણ વિષયદેશને જ પ્રાપ્ત કરીને જ વિષયનું ગ્રહણ કરે છે તેથી તેમને પ્રાયકારી માનવામાં આવે છે. માટે દીવાલનું વ્યવધાન સંનિકષના વિધટન ધારા (સંપર્ક ન થવા દઈને તે દ્વારા) પ્રત્યક્ષજ્ઞાનમાં બાધક માનવામાં આવે છે તેમ દીવાલ વગેરે તેમનાથી વ્યવહિત મુખાદિના પ્રતિબિબાણાસમાં પણ સાક્ષાત્ પ્રતિબંધક માની શકાય. તેમને બીજી કોઈ ધારભૂત વસ્તુની અપેક્ષા રહેતી નથી. પ્રતિબિંબની ઉત્પત્તિ માનનાર પક્ષમાં બિંબ સાથેના સંનિકને જે હેતુ માનવામાં ન આવે તો વ્યવહિત વસ્તુનું પણું પ્રતિબિંબ પડવું જોઈએ પણ તેમ થતું નથી તેથી દીવાલ વગેરેને વ્યવહિતના પ્રતિબિંબાયાસમાં સાક્ષાત પ્રતિબંધક માનવામાં કઈ વિરોધ હોઈ શકે નહિ. આ સમાધાનથી બિંબ–પ્રતિનિબ-અમેદવાદી એ જે શંકા કરી હતી કે ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરભિ બિંબને પ્રાપ્ત કરે છે એમ સ્વીકારવામાં ન આવે તે વ્યવહિત અને ઉભૂત રૂપ તથા સ્થૂલતા વિનાની વસ્તુઓને પણ પ્રતિબિંબ બ્રમ થવો જોઈએ—એ શંકાને પણ નિરાસ થઈ જાય છે કારણ કે અવ્યવહિતત્વ અને મહત્તા આદિ પ્રતિબિંબાધ્યાસમાં પણ કારણભૂત છે એમ ઉપવુંક્ત દલીલ અનુસાર માની શકાય. જિં જ તદુષr ૩રાદૂષrઘણા થ? સાલાર ત્રवलोकन इव विना चक्षुर्विक्षेपमवनतमौलिना निरीक्ष्यमाणे सलिले ततः प्रतिहतानां नयनरश्मीनामूर्ध्वमुस्प्लुत्य बिम्बसूर्यग्राहकत्ववत् तिर्यश्चक्षुविक्षेपं विना ऋजुचक्षुषा दर्पणे विलोक्यमाने तत्प्रतिहतानां पार्श्वस्थमुखग्राहकत्ववच्च वदनसाचीकरणाभावेऽप्युपाधिप्रतिहतानां पृष्ठभामव्यवहितग्राहकत्वं तावदुर्वाग्म् , उपाधिप्रतिहतनयनरश्मीनां प्रतिनिवृत्तिनियम विहाय यत्र बिम्बं तत्रैव गमनोपगमनात् । तथा मलिनदर्पणे श्यामतया गौरमुखप्रतिविम्बस्थले विद्यमानस्यापि बिम्बगतगौररूपस्य चाक्षुषज्ञानेs Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy