________________
૩૧૮
सिद्धान्तलेशसप्रहः (४) नन्वेवं प्रतिबिम्बभ्रमस्थलेऽपि ग्रीवास्थमुखातिरेकेण दर्पणे मुखाभासोत्पत्तिरुपेया स्यात् । स्वकीये ग्रीवास्थमुखे नासाधवच्छिन्नप्रदेशापरोक्ष्यसम्भवेऽपि नयनगोलकललाटादिप्रदेशापरोक्ष्यायोगात् । प्रतिबिम्बभ्रमे नयनगोलकादिप्रदेशापरोक्ष्यदर्शनाच्च । न च बिम्बातिरिक्तप्रतिबिम्बाभ्युपगमे इष्टापत्तिः । ब्रह्मप्रतिबिम्बजीवस्यापि ततो भेदेन मिथ्यात्वापोः ।
(૪) શંકા થાય કે આમ હોય તે (-રજાની અપેક્ષતાને માટે શક્તિમાં અનિર્વચનીય રજતની ઉત્પત્તિ માનવામાં આવતી હોય તે) પ્રતિબિંબમાં ભ્રમ થાય છે ત્યાં પણ ગ્રીવા (ગરદન, ડોક) પર રહેલ મુખથી અતિરિક્ત દર્પણમાં મુખાભાસની ઉત્પત્તિ માનવાની રહે, કારણ કે ગ્રીવા પર રહેલા પોતાના મુખમાં નાસિકા આદિથી અવચ્છિન્ન પ્રદેશમાં અપક્ષતા સંભવતી હોય તે પણ નયન ગલક, લલાટ આદિ પ્રદેશની અપરોક્ષતા હેઈ શકે નહિ, અને પ્રતિબિંબભ્રમમાં નયનગેલક આદિ પ્રદેશની અપરોક્ષતા જોવામાં આવે છે. અને બિબથી અતિરિક્ત પ્રતિબિંબ માનવા માં ઈષ્ટાપત્તિ છે એવું નથી, કારણ કે બ્રહ્મના પ્રતિબિંબરૂપ જીવને તેનાથી ભેદને લીધે મિથ્યાત્વ આવી પડશે ( -જીવને બ્રહ્મથી ભિન્ન અને મિથ્યા માનવે પડશે).
વિવરણ : રજતની અપેક્ષતાના નિર્વાહ માટે જે શુક્તિમાં રજતાભાસની ઉત્પત્તિ માનવામાં આવતી હોય તે પ્રતિબિંબજમ થાય છે ત્યાં પણ દર્પણમાં મુખાભાસની ઉત્પત્તિ માનવી પડશે એવી શંકા સ્વાભાવિક રીતે જ થાય. ગ્રીવાપર રહેલા મુખને નાસિકાથી યુકત પ્રદેશ કદાચ અપરોક્ષ હોઈ શકે કારણ કે ત્યાં ઇન્દ્રિસન્નિકર્ષ સંભવે છે, પણ નયનગોલક, લલાટ વગેરે પ્રદેશ તે અપરોક્ષ હોઈ શકે જ નહિ, જ્યારે પ્રતિબિંબજિમમાં તે નયનગેલક આદિ પ્રદેશની અપેક્ષતા જવામાં આવે છે.
લીલ થઈ શકે કે બિબ અને પ્રતિબિંબનો અભેદ માનવામાં આવે તે પોતાના મુખનું પ્રતિબિંબ હોય ત્યાં પ્રતિબિંબની અપક્ષના સંભવતી નથી માટે પ્રતિબિંબને બિંબથી ભિન્ન અને મિથ્યા માનવામાં આવે તો અતિવાદીને શો વાંધો હોઈ શકે? પણ બિંબ અને પ્રતિબિંબને ભેદ માનવો ઇષ્ટ નથી કારણકે બ્રહ્મના પ્રતિબિંબરૂપ જીવને બ્રહ્મથી ભિન્ન માનવામાં આવે તે તેને મિથે જ માનવો પડે, અન્યથા અદ્વૈત ની હાનિ થાય. “જીવ બ્રહ્મથી સ્વરપતઃ ભિન્ન છે. બ્રહ્મનું પ્રતિબિંબ હોવાથી, મુખપ્રતિબિંબની જેમ’ એમ બ્રહ્મથી જીવને ભેદ અનુમાનથી સિદ્ધ થતાં “જીવ મિથ્યા છે, બ્રહ્મથી ભિન્ન હોવાને કારણે, ઘટાદિની જેમ એ અનુમાનથી જીવના મિશ્યા ની પ્રસકિત થાય છે. આ ઈષ્ટાપત્તિ નથી. તેથી સુખાભાસની ઉ૫ત્તિ માની શકાય નહિ. તે શે ઉકેલ કાઢી શકાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org