________________
ઉo૮
सिद्धान्तलेशसङ्ग्रह
થો એવા “પ્રજાપતિએ વરુણને અશ્વ આ ઈત્યાદિ ઉપક્રમથી પરકૃતિ (પ્રજાપતિના અનુષ્ઠાનના) ( પ્રતિપાદક વાય) સદશ અથવાદથી દતાની ઈષ્ટિ બુદ્ધિમાં આરોપિત કરવામાં આવતાં તેનાથી વિરુદ્ધ અર્થવાળ જેટલા અને ગ્રહણ કરે (ગ્રહણ કરાવે) તેટલા વારુણ ચતુષ્કપાલનો નિર્વાપ કરે એ ઉપસંહારમાં રહેલે પદમૂડ તેને વિરોધી થઈ ગયેલ હોવાથી યથાશ્રુત અર્થના સમપણથી તેની સાથે એકવાકયતા પામતે ન હોવાથી એકવાકયતાના નિર્વાહ માટે શક્ય બનાવવાન માટે) ળિના પ્રેરકના) અર્થને અન્તર્ભાવ (સમાવેશ કરીને) તેને (ઉપક્રમને) અનુકૂલ રીતે પોતે સ્વરૂપ પામે છે, તેથી ઉપક્રમ બળવાન છે. પણ
જ્યાં (ઉપક્રમ અને ઉપસંહારની) પરસ્પર એકવાકયતા પ્રતીત થતી નથી ત્યાં અગાઉ થઈ ગયેલાને ગણકાર્યા વિના સ્વરૂપ પામેલું વિરુદ્ધ અથવાળું વાક્ય પિતાને અર્થ જણાવે જ છે, તેથી ત્યાં અને આવી ગયેલું વધારે પ્રબળ નથી.
માટે જ “ડિશિગ્રહણ” વિષયક વાક્ય જે અગાઉ આવી ગયું છે તેની દરકાર કર્યા વિના તેના (ડશીના) અગ્રહણ વિષેનું વાક્ય પણ પિતાના અથનું બેધક માનવામાં આવે છે. પણ બનેને. વિષય (કાયક્ષેત્ર) જુદા જુદા ન હોવાથી નછૂટકે ત્યાં જ (અતિરાત્રમાં જ) વિકલપથી અનુષ્ઠાન માનવામાં આવે છે.
અને એમ અતિશાસ્ત્રની પ્રત્યક્ષની સાથે એકવાક્યતાની શંકા (સંભાવનાની અપેક્ષા) ન હોવાથી તે પ્રત્યક્ષ) અગાઉ થયું હોવા છતાં તેને ગણકાર્યા વિના અતશાસ્ત્ર પિતાને અર્થે અપ્રતિહત (નિબંધ રહીને જણાવે છે.
અને તે તેનો અર્થબોધ ઉત્પન્ન કરે છે તેમાં
પૂર્વ પાછલું ઉપન ન થયું હોવાને કારણે તેને બાધ કર્યા વિના જ ઉત્પન્ન થાય છે, જ્યારે પાછળનું બીજી રીતે (આગલાને બાધ કર્યા વિના) ઉત્પન થઈ શકતું ન હોવાથી, પહેલાનો બાધ કર્યા વિના તેને જન્મ નથી” એમ અપચ્છેદન્યાયની જ પ્રવૃત્તિ છે, ઉપકમ ન્યાયની નહિ
તેથી જ લેકમાં પણ પ્રથમ થઈ ગયેલું શુક્તિ-રજતનું પ્રત્યક્ષ (પાછળથી થતા) આતોપદેશથી બાધિત થાય છે. (૨)
વિવરણ : શંકા થાય છે જેમ અપચ્છેદ થાય છે તેમ ઉપક્રમાધિકરણન્યાય પણ છે. જે અપદયાયથો શ્રુતિ પ્રત્યક્ષની અપેક્ષાએ વધારે બળવાન જ્ઞાત થતી હોય તે ઉપમાધિકરણન્યાયથી પ્રત્યક્ષ શ્રુતિ કરતાં વધારે બળવાન તરીકે જ્ઞાત થવું જોઈએ. પ્રત્યક્ષ જ
આગમ કરતાં વધારે બળવાન કેમ ન હૈયા ઉપક્રમાધિકરણ ન્યાય પ્રમાણે જે શરૂઆતમાં ન હોય તે જ્યારે થાય ત્યારે અન્ય કે ન હોવાથી તેને કોઈને વિરોધ ન હોવાથી તે પોતાના
મૂળ સ્વરૂપમાં સ્થિર થાય છે; જે પછીથી આવે તેને આગળ થઈ ગયેલાને અનુરૂપ એવું * સ્વરૂપ ધારણ કરવું પડે છે. તેથી પૂર્વવૃત્ત વધારે પ્રબળ છે. દૈતવિષયક પ્રત્યક્ષજ્ઞાન આમ અસ જાતવિરોધી હોવાથી વધારે પ્રબળ છે કારણ કે તે થાય છે ત્યારે આગમપદેશ નથી હે, જ્યારે આગમપદેશ વખતે પ્રત્યક્ષજ્ઞાન થઈ ગયેલું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org