SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ fસારુંશી વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે આ ગ્રંથમાં તિક્તતાને અનુભવ સંસ્કારની મદદ જેને મળી છે એવી રસનેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે એમ કહેવું લાગે છે, કારણ કે માત્ર સંસ્કારથી થયેલું જ્ઞાન સ્મૃતિરૂપ જ હોય (–એ પ્રત્યક્ષ અનુભવ ન હોઈ શો). અને આમ તિક્તતાના અધ્યાસનું અધિષ્ઠાન એવું (મધુર) દ્રવ્ય રસનેન્દ્રિયથી ગૃહીત થઈ શકે તેવું ન હેવાથી પરિશેષાત (છેલ્લી બાકી) એમ જ માનવું જોઈએ કે સ્વરૂપથી આરેપિત તિત રસ જ રસનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલી વૃત્તિને વિષય છે–આવી સ્પષ્ટતા અહીં કરી છે તેથી આરેય (પીળાશ, તિક્તતા વગેરે) ઇન્દ્રિયગ્રાહ્ય છે એ બાબતમાં પંચપાદિકાગ્રંની સંમતિ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય તિક્તરસ ઇન્દ્રિયગ્રાહ્ય તરીકે સ્વીકારવામાં ન આવે તે બાળકને તિક્તતાને સાક્ષાત્કાર થાય છે ત્યાં રસનેન્દ્રિયને વ્યાપાર જ ન હતા, કારણ કે અધિષ્ઠાનરૂપ દ્રવ્ય (દૂધ) (રસગુણ વિના) તેનાથી ગ્રહીત થવાને ગ્ય નથી. - [વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કવિતાર્કિકના મત સાથે સંમત નથી તેથી તેમની સાક્ષિભાયત્વવાદીની સામે કરેલી દલીલને સમજાવીને પછી તેની સમીક્ષા કરતાં કહે છે? વસ્તુતઃ તે તિરાવમાસઃ એ કર્મધારય સમાસ છે. અને “અવભાસ' પદને અર્થ છે અવભાસિત થતું (સવમાચતે ત નવમાસ એ વ્યુત્પત્તિ પ્રમાણે) અર્થાત આરેપિત કરાતો તિક્તરસ. પંચપાદિકામાં અવમાન પદને સમજાવતાં રમાશમાન પદને ઉગ કર્યો છે. અન્ય જન્મને સંસ્કાર પણ અયસ્યમાન તિક્ત રસની ઉત્પત્તિમાં હેતુ છે; કારણ કે પંચપાદિકા ટીકા, વિવરણ વગેરેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રાતિભાસિક અધ્યાસો (શુક્તિ-રજત, રજુ-સપ વગેરે) થાય છે ત્યાં (૧) શેષ, (૨) સંસ્કાર, (૩) અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન એ ત્રણ અધ્યસ્યમાન પદાર્થની ઉત્પત્તિમાં જ કારણભૂત છે. તે પછી આ સંથથી સ્વરૂપથી અધ્યસ્યમાન એવા જ તિક્તરસના ઈન્દ્રિય–ગ્રાહત્વ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે એમ કેવી રીતે કહેવાય. અને તિક્તરસ ઇન્દ્રિયગ્રાહ્ય ન હોય તે રસનેંદ્રિયના વ્યાપારની અપેક્ષા ઉપપન્ન નહીં બને એમ પણ કહી શકાય નહિ કારણ કે બાળકને કે બીજાઓને તિક્ત રસને અબ્બાસ થાય છે ત્યારે રસનેન્દ્રિયને વ્યાપાર હોય છે એમ માનવા માટે કઈ પ્રમાણુ નથી. અને રસનેન્દ્રિયને વ્યાપાર ન હોય તે તિક્તતાને સાક્ષાત્કાર ન થાય એમ પણ ન કહેવું જોઈએ કારણ કે વગિન્દ્રિયથી ઉત્પન્ન થયેલી મધુર દ્રવ્ય (દૂધ) વિષયક વૃત્તિથી અભિવ્યક્ત થયેલા એવા મધુર દ્રવ્ય (દૂધ) થી અવછિન્ન ચૈતન્યમાં તિક્તતાને અગાસ માનવાથી તિક્તતા પિતાને વિષય કરનારી વૃત્તિ વિના જ પિતાના અધિષ્ઠાનભૂત મૈતન્યથી અવભાસિત (પ્રકાશિત) થાય એને સંભવ છે. " અથવા તિક્તતાને અધ્યાસ થાય ત્યારે રસનેન્દ્રિયની ભલે અપેક્ષા હોય તો પણ અધ્યસ્વમાન તિક્ત રસ ઈન્દ્રિયગ્રાહ્ય છે એમ સિદ્ધ થતું નથી. કારણ કે અધ્યસ્યમાન તિક્તતાની પ્રતિ મધુર દ્રવ્યમાં રહેલે મધુર રસ અધિષ્ઠાન બને એ સંભવે છે તેથી તેના અધિષ્ઠાનભૂત મધુર રસના ગ્રહણમાં રસનેન્દ્રિયની અપેક્ષા ઉપપન બને છે. પંપાદિકામાં પ્રોજેલું મધુર પદ જેમ મધુર દ્રવ્ય માટે પ્રયોજી શકાય તેમ “મધુર રસ” માટે પણ પ્રયોજી શકાય તેયી ઉપર પ્રમાણે માનવાથી પંપાદિકાને વિરોધ થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy