SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ર૦૧ વિવરણ : બીજે મત રજૂ કર્યો છે તે પ્રમાણે અહમથ અંશમાં અન્તઃકરણવૃત્તિથી જ સંસ્કારનું આધાન સંભવે છે તેથી એ અશમાં પણ અવિદ્યાવૃત્તિ ક૯૫વાની જરૂર નથી, કારણ કે અન્ત.કરણની વૃત્તિ સંભવતી હોય ત્યાં અવિદ્યાવૃત્તિની કલ્પના એગ્ય નથી. એવી દલીલ કરી શકાય કે અન્યજ્ઞાનની ધારાના કાળમાં અહમર્થવિષયક અન્તઃકરણવૃત્તિ સંભવતી નથી, કારણ કે સુખદુઃખ સાથે હોઈ શકે તેમ બે જ્ઞાન સાથે રહી શકતાં નથી. પણ આ દલીલ બરાબર નથી કારણ કે સંસ્કારોથ અહંવૃત્તિ જ્ઞાનરૂપ માનવામાં નથી આવતી. અહમાકારવૃત્તિ ધટાદિવૃત્તિની જેમ જ્ઞાનરૂપ હોય તો તે જ્ઞાનાત્મક વૃત્તિથી ઉપહિત સાક્ષીથી વેદ્ય માનવી પડે અને તે અહમર્થ કેવળ સાક્ષીથી ભાસ્ય છે એ સિદ્ધાન્તની હાનિ થાય. પણ અહમાકાર અન્તઃકરવૃત્તિ ઉપાસના, ઈચ્છાદિની જેમ જ્ઞાનરૂપ છે જ નહિ તેથી આ આપત્તિ નથી. જ્ઞાનનાં જે ચક્ષરાદિ કે લિંગાદિ કરણ માન્યાં છે તેનાથી અહમાકાર વૃત્તિ ઉત્પન્ન થતી નથી, અને મન કે અન્તઃકરણ તે વૃત્તિજ્ઞાનની પ્રતિ ઉપાદાનભૂત છે, તેને કઈ વૃત્તિની બાબતમાં કરણ માન્યું નથી. (જે ઉપાદાન હોય તે કરણ કેવી રીતે હેઈ શકે ?). શકા : આ માનીએ તો ચોકઠું કaોને સાક્ષાત્ માવજત બીજમવમવન, વોડકાન તે મરામિ (જે મેં સ્પમાં ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષાત અનુભવ કર્યો તે હું અત્યારે તેમનું સ્મરણ કરું છું)-એ પ્રત્યભિજ્ઞા “અહમર્થ” અંશમાં જ્ઞાન નહીં હોય કારણ કે જ્ઞાનના કારણથી જન્ય નથી. ઉત્તર : આ “અહમ' અંશમાં જ્ઞાન નથી પણ અહમર્થની પ્રત્યભિશામાં “તતા' (“તેપણના) અંશમાં શાનત્વ છે. શંકા : જ્ઞાન અને અજ્ઞાનત્વ યુગપદ્દ હોઈ શકે નહિ કારણ કે તેમને વિરોધ છે. ઉત્તર : અંશભેદથી હેઈ શકે. અહમર્થની પ્રત્યભિકામાં “અહમ્' અંશ કે વિષકદેશમાં જ્ઞાનવ નથી પણ ‘તત્તા’ અંશમાં જ્ઞાનત્વ છે. “પર્વતો વદ્ધિમાન' એ અનુમિતિ જ્ઞાનમાં સિદ્ધાન્તમાં “વહ્નિ' અંશમાં પરોક્ષત્વ અને સંનિકૃષ્ટ “પર્વત' અંશમાં અપરોક્ષત્વ માનવામાં આવે છેજ્ઞાનમાં અંશભેદથી પ્રમાં અને અપ્રમાં પણ માનવામાં આવે છે તેમ અંશભેદથી જ્ઞાન અને અજ્ઞાનવ પણ યુગપટ્ટ હેય તેમાં વિરોધ નથી. इतरे तु - अहमाकाराऽपि वृत्तिानमेव, 'मामहं जानामि' इत्यनुभवात् । न च करणासम्भवः, अनुभवानुसारेण मनस एवान्तरिन्द्रियस्य करणत्वस्यापि कल्पनोदित्याहुः ॥१७॥ જયારે બીજા કહે છે કે અહમાકાર વૃત્તિ પણ જ્ઞાન જ છે કારણ કે “હું મને જાણું છું” એ અનુભવ થાય છે. અને કરણને સંભવ નથી એમ નથી, કારણ કે અનુભવ અનુસાર મન જે અન્તરિદ્રિય છે તેને જ કરણ તરીકે પણ ક૯૫વામાં આવે છે. સિં- ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy