SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ सिद्धान्तलेशसमहः કૂટસ્થદીપમાં એવો મત રજૂ કર્યો છે કે ધકાકાર બુદ્ધિમાં રહેલ ચિત, ચિદાભાસ અર્થાત ઘટાકારવૃત્તિમાં પ્રતિબિંબરૂપ ઘટજ્ઞાન ઘટને જ પ્રકાશિત કરે છે; પણ ધટની જ્ઞાતતાને પ્રકાશિત નથી કરતું. જ્ઞાતતા એટલે જ્ઞાનવિષયત્વ, અર્થાત વિષયતા સંબંધથી વિષયનિષ્ઠ જ્ઞાન; તે જ્ઞાન વિષયનું વિશેષણ છે કારણ કે જ્ઞાત: ઘટઃ એ અનુભવ થાય છે. ઘટની સાતતા (વિષયાવચ્છિન) બ્રહ્મચૈતન્યથી પ્રકાશિત થાય છે. અને તત્તપ્રદીપિકામાં એવો મત રજૂ કર્યો છે કે જ્ઞાન, ઈચ્છા વગેરે અનવછિન્ન શુદ્ધ ચૈતન્યરૂપ નિત્ય સાક્ષીથી પ્રકાશિત થાય છે. શંકા થાય કે આ બન્ને પક્ષમાં જ્ઞાન, ઈચ્છાદિને પ્રકાશિત કરનાર ચૈતન્ય નિત્ય હોવાથી જ્ઞાન, ઈરછાદિને વિષે સંસ્કાર કેવી રીતે શક્ય બનશે. એવી લીલ નહી કરી શકાય કે અગાઉ કહેલી રીતથી જ્ઞાન, ઇરછાદિ વૃત્તિ સ્વસ્વાવચ્છિન્ન સાક્ષિતન્યથી પ્રકાશિત થાય છે એ વાત ધ્યાનમાં રાખીને આ બન્ને પક્ષમાં પણ સંસ્કારનું આધાન શક્ય છે. આ દલીલ બરાબર નથી, કારણ કે ઘટાદિવિષયક વૃત્તિપ્રતિબિંબરૂપ જ્ઞાન જેને જ્ઞાતતા કહેવામાં આવે છે તે તે વૃત્તિથી અનવચ્છિન્ન વિષયાધિષ્ઠાનરૂપ બ્રહ્મતન્યથી પ્રકાશિત થાય છે એ વચન સાથે તેને વિરોધ છે. તેમ બીજા પક્ષમાં જ્ઞાન, ઈચ્છાદિ વૃત્તિઓ અનવછિન્ન સાક્ષીથી પ્રકાશિત થાય છેએ વચન સાથે વિરોધને પ્રસંગ થાય. તે આ બંને પક્ષોમાં સંસ્કારનું આધાન કેવી રીતે થાય? - આને ઉત્તર એ છે કે વિષયાવચ્છિન્ન બ્રહ્મચેતન્ય જ્ઞાતતાને પ્રકાશિત કરે છે એ મતમાં બ્રહ્મચૈતન્યને જ્ઞાતતાના અપરેજ્ઞાનરૂપ જ માનવામાં આવે છે, કારણ કે “જ્ઞાતીર્થ ઘટઃ” એમ જ્ઞાતતાના અપક્ષત્વને અનુભવ થાય છે. અનવચ્છિન્ન શુદ્ધ તન્ય પણુ ઈચ્છા, જ્ઞાન આદિના અપરોક્ષ જ્ઞાનરૂપ જ માનવામાં આવે છે, કારણ કે ઈચ્છાદિ વૃત્તિઓના પણ અપરણત્વને અનુભવ થાય છે. અને આમ અપરોક્ષજ્ઞાનરૂપ ધિવિધ ક્ષેતન્યને પિતાના વિષયભૂત જ્ઞાન, ઈચ્છાદિ સાથે સંસરા અવશ્ય થવો જ જોઈએ. કારણ કે અપરોક્ષજ્ઞાન પિતાના તાદામ્યાપન વિજયના અનુભવરૂપ છે એવો નિયમ છે. તેથી પિતાના વિષયભૂત જ્ઞાન, ઇચ્છાદિના નારા સમયે જ્ઞાનાદિથી વિશિષ્ટરૂપે દ્વિવિધ ચૈતન્યના પણ નાશરૂપ સંસ્કાર ઉપપન્ન બનશે એવો ભાવ છે. ___ अन्ये तु सुषुप्तावप्यविद्याधनुसन्धानसिद्धये कल्पितामविद्यावृत्तिमहमाकारामङ्गीकृत्याहम संस्कारमुपपादयन्ति । न चास्मिन् पक्षे 'एतोवन्तं कालमिदमहं पश्यन्नेवासम्' इति अन्यज्ञानधाराकालीनाहमर्थानुसन्धानानुपपत्तिः । अवच्छेदकभेदेन सुखदुःखयोगपद्यवद् वृत्तिद्वययोगपद्यस्याप्यविरोधेनान्यज्ञानधाराकालेऽपि अहमाकाराविद्यावृत्तिसन्तानसम्भवादिति । જ્યારે બીજા સુષુપ્તિમાં પણ અવિવ આદિના અનુસખ્યાનની સિદ્ધિને માટે કરિપત અવિદ્યા વૃત્તિને અહમ-આકાર માનીને અહમથની બાબતમાં સંસ્કારનું ઉપપાદન કરે છે (સંસ્કારનો સંભવ બતાવે છે) કૃષ્ણાનંદતીથની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy