________________
૧૮૧
પ્રથમ પરિચ્છેદ અનુસાર કહપના કરવાથી કોઈ દોષ લાગતો નથી. એથી તેઓ (અવિઘા, અન્તઃકરણ અને તેના ધર્મો) સર્વદા અનાવૃત પ્રકાશની સાથે સંબદ્ધ હોવાથી, અજ્ઞાન, વિપરીત જ્ઞાન અને સંશયના વિષય નથી બનતા.
કોઈ શંકા કરે કે સાક્ષિતન્ય અનાવૃત હોય તે તેના સ્વરૂપભૂત આનંદનો પણું પ્રકાશ હોવો જોઈએ. ને, (આવી શંકા કરવી એગ્ય નથી, કારણ કે આ ઇષ્ટાપતિ છે કેમ કે આનન્દરૂપના પ્રકાશથી પ્રયુક્ત એવો નિરુપાધિક પ્રેમ આત્મામાં જોવામાં આવે છે, અને વિવરણમાં કહ્યું છે કે “પરમ પ્રેમને આધારરૂપ સુખ ભાસે જ છે.” (૧૫)
વિવરણ : અવિદ્યા અહંકાર વગેરે પૂર્વોક્ત સાક્ષથી પ્રકાશિત થાય છે એમ વેદાંતીઓ માને છે તેની સામે શંકા ઉઠાવી શકાય કે અજ્ઞાન નૈતન્યમાત્રનું આવરણ કરે છે ત્યારે આવૃત સાક્ષિચૈતન્યથી તે કેવી રીતે પ્રકાશિત થઈ શકે. સાક્ષીને વિષય કરનાર અપરોક્ષ વૃત્તિથી તેના આવરણની નિવૃત્તિ થતાં આવરણમાંથી મુક્ત બનેલે સાક્ષી અવિદ્યાદિનું ભાન (પ્રકાશન) કરી શકશે–એમ નહીં કહી શકાય; કારણ કે આમ માનતાં અવિદ્યાદિ કેવલ સાક્ષીથી ભાસિત થાય છે એ સિદ્ધાન્તને વિરોધ થશે. વળી મન કોણ છે એ મતનું આગળ ઉપર ખંડન કરવામાં આવનાર છે તેથી સાક્ષિતન્ય વિષેની અપરોક્ષ વૃત્તિને સંભવ નથી. અહંકાર આદિ પિતે હોય એટલે વખત તેમની સત્તા વિષે કઈ સંશયાદિ થતાં નથી તેથી તેમની સત્તા અંગે સંશયાદિની નિવૃત્તિ માટે જવાબદાર તેમનો સદા પ્રકાશ સાથે સંસર્ગ માનવ પડશે: કયારેક કથારેક થતી વૃત્તિથી તેઓ સદા ભાસમાન રહી શકે નહિ. અને સદા સાક્ષીને વિષેની વૃત્તિ-સંતતિ સ્વીકારવામાં આવે તો એકસાથે બે વૃતિને સ્વીકાર નથી કર્યો તેથી બાહ્ય ઘટાદિ વિષયોના જ્ઞાનને ઉછેદ માનવ પડે. તેથી અવિદ્યા, અહંકાર આદિ સાક્ષી માત્રથી ભાયમાન થાય છે એમ માનવું જોઈએ; પણ સાક્ષી પોતે અજ્ઞાનથી આવૃત હોઈને આ સંભવે નહિ. સાક્ષિતન્યને છોડીને બાકીનું જ ચૈતન્ય અજ્ઞાનથી આવૃત થાય છે એમ પણ ન કહી શકાય કારણ કે અજ્ઞાન મૈતન્યમાત્રનું આવરણ કરે છે; અથવા સામૈિતન્ય સિવાયના મૈતન્યને પણ અનાવૃત માનવાને પ્રસંગ આવશે.
આવી શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે જેમ રાહુથી આવૃત ચંદ્ર-પ્રકાશથી જ રાહુ પ્રકાશિત થાય છે તેમ અવિદ્યા જેનું આવરણ કરે છે એ સાક્ષિતન્યથી જ એ પ્રકાશિત થઈ શકે.
શકા : રાહુથી પૂરેપૂરું આવૃત ચન્દ્રમઠલાદિ પિતાનું આવરણ કરનાર રાહ માત્રનું પ્રકાશન કરે છે પણ તે સિવાય બીજી કોઈ વસ્તુનું પ્રકાશન કરતું જોવામાં નથી આવતું; તેમ અહીં પણ અજ્ઞાનથી આવૃત સાક્ષી કેઈક રીતે અવિદ્યા માત્રનું અવભાસન કરે પણ અહંકારાદિનું અવભાસન તેનાથી કેવી રીતે શક્ય બને ?
ઉત્તર : વાસ્તવમાં આપણું અનુભવ પ્રમાણે તે એમ જ કહેવું જોઈએ કે અજ્ઞાન અવિદ્યા, અતઃકરણ અને તેના સુખ–દુઃખાદિ ધર્મોનું અવભાસન કરનાર સાક્ષિતત્યને છોડીને જ તે સિવાયના તન્યનું આવરણ કરે છે. આપણે જાણીએ છીએ કે ઉપર કહ્યું તેમ અહંકાર આદિનું કદાચિત્ય જ્ઞાન સંભવતું નથી તે પણ સદા પ્રકાશના સંસર્ગને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org