________________
એ નોંધવા જેવું છે કે વિજયનગરમાં ત્રણ માધવ હતા (૧) સાયણને પુત્ર માધવ; (૨) માધવમસ્ત્રી, (૩) માયણને પુત્ર માધવ જેનું સંન્યાસગ્રહણ પછી વિદ્યારણ્ય નામ થયું. આ ત્રણમાંથી વિદ્યારણ્ય (માધવ) અંગેરીપીઠાધીશ હતા. વિદ્યારણ્ય અમલાનંદના સમકાલીન હતા અને બન્ને શંકરાનંદ અને અનુભવાનંદના શિષ્ય હતા. દાસગુપ્ત માને છે કે આ બન આન દાત્માના ૫ગુ શિખ્યા હતા. (History of Indian Philosophy, vol. 1, pp. 57-58). ગ્રથો :
(૧) અનુભૂતિ પ્રકાશ (નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રિતી-૨૦ અધ્યાયને આ ગ્રંથ ૧૨ ઉપનિષદના સારરૂપ છે.
(૨) અપરોક્ષાનુભૂતિદીપિકા (Mysore Bibliotheca Sanskrit Seriesમાં મુદ્રિત)શંકરાચાર્યની “અપરાક્ષાનુભૂતિ' કૃતિની વ્યાખ્યા છે.
(૩) ઉપનિષત્કારિકર (અમુદ્રિત) (૪) ઐતરેયોપનિષદ્દીપિકા (આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિમાં મુદ્રિત (૫) જીવમુક્તિવિક (આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિમાં પ્રકાશિત)-આ ગદ્યપદ્યમય ગ્રંથમાં પાંચ પ્રકરણમાં જીવન્મુક્તિ, વાસનાક્ષય, મનનાશ, સ્વરૂપસિદિ-પ્રયોજન અને વિદ્વસંન્યાસ સંબંધી વિચારણા કરી છે. વિરક્તિવિધ્ય, ન્યાસહવૈવિધ્ય, મુક્તિવૈવિધ્ય અને તેમને ભેદ તેમજ સંસારી અને મુક્તિના સ્વાભાવિક ભેદને વર્ણવતે આ ગ્રંથ પ્રકરણ કોટિને છે. (૬) તૈતિરીયલઘુદીપિકા અમુદ્રિત), (૭) નૃસિંહોત્તરતાપિનીદીપિકા અમુદ્રિત), (૮) પખ્યદશી -પંદર અધ્યાયવાળે આ પ્રકરણગ્રંથ નિર્ણયસાગરમાં મુદ્રિત થયા છે. સાંપ્રદાયિક માન્યતા અનુસાર આ ગ્રંથ વિદ્યારણ્ય અને ભારતીતીથ બન્નેની કૃતિ છે. ૫ખ્યદશીમાં ૧૫ અધ્યાય છે: (૧) તત્ત્વવિવેક, (૨) મહાભૂતવિક, (૩) પન્ટકેશવિવેક, (૪) વૈતવિક, (૫) મહાવાક્યવિવેક, (૬) ચિત્રદીપ, (૭) તૃપ્તિદીપ, (૮) ફૂટસ્થદીપ, (૯) ધ્યાનદીપ, (૧૦) નાટકદીપ, (૧૧) બ્રહ્માનંદે યોગાનન્દ, (૧૨) બ્રહ્માનન્દ આત્માન-દ, (૧૩) બ્રહ્માનંદે અવતાનન્દ, (૧૪) બ્રહ્માનન્દ વિવાનન્દ, (૧૫) બ્રહ્માનંદે વિષયાનન્દ . પચ્ચદશીના વ્યાખ્યાતા નિશ્ચલદાસ સ્વામીએ એવું પ્રતિપાદિત કર્યું છે કે શરૂઆતના દશ પરિચ્છેદ વિદ્યારણ્યકૃત છે જ્યારે રામકૃષ્ણ તે સાતમા પરિચ્છેદના આરંભમાં જ એ ભારતીતીર્થકૃત છે એને નિર્દેશ કરે છે. કેટલાક માને છે કે પહેલા છ પરિચ્છેદ વિદ્યારયકૃત છે અને પછીના નવ પરિચ્છેદ ભારતીતીર્થ કૃત છે. અપ્પય્યદીક્ષિત પણ પંચદશીના જ અધ્યાયોની બાબતમાં વિદ્યારણ્ય અને ભારતીતીર્થને જુદે ઉલ્લેખ કરતા જણાય છે. ભારતીતી થના ધ્યાનદીપને ઉલેખ છે; ફૂટસ્થદીપ વગેરેના સ દભ માં કર્તાનું નામ નથી પણ વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ ત્યાં વિદ્યારણ્યને ઉલેખ કરે છે.
પંચદશીની ઘણું વ્યાખ્યાઓ છે–નિશ્ચલદાસકૃત વૃત્તિપ્રભાકર, રામકૃષ્ણકૃત તાત્પર્યબોધિની પદદીપિકા, રામાનન્દકૃત વિશુદ્ધદષ્ટિ, સદાનંદતી વ્યાખ્યા, અયુતશર્માની પૂણુંનર્દેન્દુકૌમુદી, લિ ગનસમયાજિકૃત કલ્યાણપીયુષ, અશાતત્ત્વક તત્વબોધિની.
(૯) બ્રહ્મવિદાશીર્વાદપદ્ધતિ–વિદ્યાવિદ મુદ્રણાલય, તેજપુરમાં મુદ્રિત. (૧) બૃહદારણ્યકટીક (અપ્રકાશિત). (૧૧) બૃહદારણ્યકવાતિકાર (Benares Sanskrit seriesમાં પ્રકાશિત) (૧૨) વિદ્યારનદીપિકા (અપ્રકાશિત).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org