________________
પ્રથમ પરિચ્છેદ
૧૫૭ પડે. નૈયાયિક દલીલ કરે કે આ ઈષ્ટાપતિ છે તે તેના ઉત્તરમાં કહ્યું છે કે પ્રામાણ્ય અને અપ્રામાયની વ્યવસ્થા વ્યવહારાનુસારી માનવી જોઈએ. આપણે “અગ્નિને વિષે અનુમિતિ પ્રમાણ છે એમ કહીએ છીએ, પર્વતને વિષે પણ અનુમિતિ પ્રમાણ છે' એમ કોઈ કહેતું નથી. તેથી અનધિગતાર્થવિષયક અબાધિત જ્ઞાન તે જ પ્રમા એમ માનવું જોઈએ. અને આમ હોય તે ધારાવાહી જ્ઞાનમાં દ્વિતીયાદિ જ્ઞાનનું પ્રામાણ્ય નથી.
અનધિગતવ કે અજ્ઞાતત્વને પ્રમાના લક્ષણમાં સમાવેશ હોવો જોઈએ તેને માટે બીજે હેતુ અપ્પય્યદીક્ષિત રજૂ કરે છે. વિવરણમાં અજ્ઞાનને પ્રમાણુથી અદ્ય કહ્યું છે. જો કે અનુમાનાદિના વિષય તરીકે સ્વીકાર્યું છે (પ્રમાણુ=પ્રમિતિ; અનુમાનઅનુમિતિ). “અજ્ઞોષ” એ અનુભવરૂપ સાક્ષીથી અજ્ઞાનનું સ્વરૂપ જ્ઞાત હેવાથી, અજ્ઞાનવિષયક અનુમિતિ વગેરેનું અજ્ઞાન સ્વરૂપ વિષય હોય ત્યારે તેમાં અજ્ઞાતત્વઘટિત પ્રમાત્વ નથી એમ માનીને અજ્ઞાનને પ્રમાણુવેદ્ય કહ્યું છે. સાક્ષી પોતે પણ પ્રમાણ જ છે તેથી અહીં સાક્ષીથી અતિરિક્ત પ્રમાણુથી અવેદ્ય એમ જ વિવક્ષિત છે. સાક્ષી નિત્ય છે તેથી પ્રમાકરણ (પ્રમાના સાધનવિશેષ)થી જન્ય નહીં હોવાને કારણે બીજાં દશનને માન્ય ઈશ્વરજ્ઞાનની જેમ સાક્ષી પ્રમા કે અપ્રમાની કેઢિમાં આવતું નથી અને તેથી સાક્ષી પ્રમાણ ન હોઈને અજ્ઞાન પ્રમાણાવદ્ય છે એમ કહ્યું છે એવું તાત્પય છે.
શંકા થાય કે અજ્ઞાન સાક્ષિપ્રત્યક્ષ સિદ્ધ હેય તે તેની બાબતમાં અનુમાનાદિ શા માટે રજૂ કરવામાં આવે છે. તેને ઉત્તર આપતાં કહ્યું છે કેટલાક અજ્ઞાનને જ્ઞાનાભાવરૂપ માને છે તેની વ્યાવૃત્તિની ખાતરી કરાવવા માટે અનુમાનાદિ રજૂ કરવામાં આવે છે. “અદમg?' એ અનુભવથી સિદ્ધ અજ્ઞાન ભાવરૂપ છે એમ કેવલાદ્વૈત વેદાંતી (સિદ્ધ તી) માને છે જ્યારે વૈશેષિક વગેરે માને છે કે તે જ્ઞાનના પ્રાગભાવરૂપ છે તેથી અનુમાનાદિથી એમ સિદ્ધ કરવામાં આવે છે કે તે જ્ઞાનાભાવથી ભિન્ન છે. માટે અજ્ઞાન જ્ઞાન હેઈને પ્રમાણઘ નથી તેમ છતાં આ પ્રયોજનની સિદ્ધિ માટે (અજ્ઞાનને જ્ઞાનાભાવથી ભિન્ન બતાવવાને માટે) અનુમાનાદિની ઉપયોગિતા છે જો કે અજ્ઞાનની સિદ્ધિને માટે એ પ્રમાણુરૂપ નથી. તેથી અનપિંગતાથવિષયક જ્ઞાન તે જ પ્રમા એમ સિદ્ધ થાય છે. ધારાવાહી જ્ઞાનમાં દ્વિતીયાદિ જ્ઞાન અધિગતાથવિષયક હાઈ પ્રમાં નથી તેથી અજ્ઞાનનું નિવતન ન કરે એથી સિદ્ધાન્તમાં કાઈ હાનિ થતી નથી.
ઉપાસનારૂપ વૃત્તિ જ્ઞાનરૂપ ન હોવાને કારણે તેમના વિષય અંગે અજ્ઞાન દૂર કરતી નથી. ઉપાસનારૂપ વૃત્તિ જ્ઞાન નથી કારણ કે જ્ઞાનનાં માન્ય કરણેથી તે ઉત્પન્ન થતી નથી (–મનને જ્ઞાનકરણ માનવામાં આવતું નથી). ઉપાસના પુરુષકૃતિસાય હેઈને ગમનાદિની જેમ ક્રિયારૂપ છે તેથી તે ઉપાસ્યના સ્વરૂપના અજ્ઞાનની નિવતક નથી. તે જ રીતે ઇચ્છા, દેષ આદિ વૃત્તિઓ પણ પિતાના વિષય અંગે અજ્ઞાનને દૂર કરનારી નથી કારણ કે જ્ઞાનરૂપ નથી. જ્યારે દ્વિતીયાદિ વૃત્તિઓ સ્મૃતિની જેમ જ્ઞાનરૂપ હોવા છતાં પણ તેમનામાં પ્રમાત્વને અભાવ હેવાથી (અનધિગતાર્થવિષયક ન હતાં અધિગતાર્થવિષયક હેવાને કારણે-) તેમને અજ્ઞાનનિવતક માનવામાં નથી આવતી. જ્ઞાનમાત્ર અજ્ઞાનનિવતક છે એ નિયમ સ્વીકારવામાં નથી આવતે પણ પ્રમાણુરૂપ વૃત્તિઓ જ અજ્ઞાનનિવતક માનવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org