SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ सिद्धान्तलेशसङ्ग्रहः (૧૩) હવે (વૃત્તિ આવરણના અભિભવને માટે છે એ) ત્રીજા પક્ષમાં ખરેખર શું છે આ આવરણાભિભવ ? જે એ અજ્ઞાનને નાશ હેય તે (અજ્ઞાન એક હેવાથી) ઘટજ્ઞાનથી જ અજ્ઞાનમૂલક પ્રપંચની નિવૃત્તિ થઈ જાય (પણ તેમ થતું નથી તેથી આ જ્ઞાનને નાશ આવરણભિભવ ન હોઈ શકે)–એવી શંકા કોઈ કરે તો એ બાબતમાં કેટલાક કહે છે જેમ આગિયા વગેરેના પ્રકાશથી મહા અંધકારને એકદેશથી નાશ થાય છે (સંપૂર્ણ અંધકારને વિનાશ નથી થતા) તેમ ચૈતન્યમાત્રનું આવરણ કરનાર આ જ્ઞાનને વિષયથી અવછિન્ન પ્રદેશમાં એકદેશથી જ્ઞાન વડે નાશ થાય તે અભિભાવ; અથવા સાદડીનું જેમ સપ્ટન થાય તેમ જ્ઞાનથી વિષયાવચ્છિન્ન પ્રદેશમાં અજ્ઞાનનું સંવેપ્ટન (વીંટાળાવું ) તે અભિભવ, અથવા ડરી ગયેલા દ્ધાની જેમ (જ્ઞાનને કારણે) અજ્ઞાનનું વિષયાવચ્છિન્ન પ્રદેશથી પલાયન તે અભિભવ. વિવરણઃ અજ્ઞાનને એક માનીને શંકા કરી છે અને એ દષ્ટિએ જ શંકાને ઉત્તર આપ્યો છે. “તન્યમાત્ર'માં “માત્ર પદથી સાક્ષીથી વ્યતિરિક્ત કૃત્ન ચૈતન્યને બધા થાય છે, કારણ કે સાક્ષીમાં આવરણના અભાવની વાત આગળ ઉપર કરવામાં આવશે. ઘટનાનાદિથી અજ્ઞાનનો એકદેશથી નાશ કે તેનું સંવેપ્ટન કે પલાયન થાય છે. તેથી અજ્ઞાનમૂલક સકલ પ્રપંચની નિવૃત્તિની આપત્તિ નથી, ઉપર સંબંધને માટે વૃત્તિ, અભેદાભિવ્યક્તિને માટે વૃત્તિ અને આવરણુભિભવને માટે વૃત્તિ એ ત્રણ પક્ષને ઉલ્લેખ કર્યો છે. તેમાંથી ત્રીજા પક્ષની ચર્ચા અહી' કરી છે. अन्ये तु-अज्ञानस्यैकदेशेन नाशे उपादानाभावात् पुनस्तत्र कन्दलनायोगेन सकृदपगते समयान्तरेऽप्यावरणाभावप्रसङ्गात्, निष्क्रियस्यापसरणसंवेष्टनयोरसम्भवाच्च न यथोक्तरूपोऽभिभवः सम्भवति । अतः चैतन्यमात्रावरकस्याप्यज्ञानस्य तत्तदाकारवृत्तिसंसृष्टावस्थविषयावच्छिन्नचैतन्यानावरकत्वस्वाभाब्यमेवाभिभवः । न च विषयावगुण्ठनपटवद् विषयचैतन्यमाश्रित्य स्थितस्याज्ञानस्य कथं तदनावरकत्वं युज्यते इति शक्यम् । 'अहमज्ञः' इति प्रतीत्याऽहमनुभवे प्रकाशमानचैतन्यमाश्रयत एव तस्य तदनावरकत्वप्रतिपरित्याहुः । જયારે બીજી કહે છે કે અજ્ઞાનને એકદેશથી નાશ થતાં ઉપાદાન(કારણ)ને અભાવ હોવાથી ફરી ત્યાં આવરણને સંભવ ન હોવાથી એક વાર (અજ્ઞાન) નાશ થતાં અન્ય સમયમાં પણ આવરણના અભાવને પ્રસંગ થશે; અને નિષ્ક્રિય (અજ્ઞાન)ના પલાયન કે સંવેષ્ટનને સંભવ નથી માટે ઉપરોક્ત રૂપવાળ (અજ્ઞાનનાશ કે સંવેદન કે પલાયન પ્રકારના) અભિભવ સંભવતો નથી. તેથી અજ્ઞાન ચૈતન્યમાત્રનું આવરણ કરનાર હોવા છતાં તે તે વિષયાકાર વૃત્તિની સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy