________________
પ્રથમ પરિચછેદ
પ્રકટાર્થવિવરણના કર્તાએ જુદી રીતે સમાધાન કર્યું છે. જેમ જીવમાં જ્ઞાતૃત્વની પ્રાજક ઉપાધિ અન્તઃકરણ છે તેમ બ્રહ્મમાં સર્વત્વની પ્રયોજક ઉપાધિ માયા છે; માયાપાધિક બ્રહ્મમાં સર્વજ્ઞત્વનું વ્યાપક જ્ઞાતત્વ નથી એમ નહીં. તે શાતા છે તેથી સવા પણું બની શકે છે. “નાયિનH' જેવાં શ્રતિવચનથી અને માયાધર્મોનિઃ સત્યાવિક્ષ:” એ વાકયવૃત્તિ (શ્લેક ૪૫)ના વચનથી માયા ઈશ્વરની ઉપાધિ છે એ સિદ્ધ થાય છે જેમાં સર્વજ્ઞ, સર્વનિયન્તત્વ, સર્વાત્મક લક્ષણે અર્થાત્ અસાધારણ ધર્મો હોય તે “સર્વશરવાહિલ.
या एका तावदनाद्यनिर्वाच्या भूतप्रकृतिश्चिन्मात्रसम्बन्धिनी माया । तस्यां चित्प्रतिषिभन ईश्वरः તરવળામેવ સર્વજ્ઞયાયિમાન (રાર્થવિવરણ, વૃ. ૨); જુઓ ૪.૪.૭
तत्त्वशुद्धिकारास्तूक्तरीत्या ब्रह्मणो विद्यमाननिखिलप्रपञ्चसाक्षात्कारसम्भवात् तज्जनितसंस्कारवनया च स्मरणोपपत्तेरतीतसकलवस्त्ववभाससिद्भिः। सृष्टेः प्राङ् मायायाः मृज्यमाननिखिलपदार्थस्फुरणरूपेण जीवादृष्टानुरोधेन विवर्तमानवात् तत्साक्षितया तदुपाधिकस्य ब्रह्मणोऽपि तत्साधकत्वसिद्धेः अनागतवस्तुविषयविज्ञानोपपत्तिरिति सर्वज्ञत्वं समर्थयन्ते ।
તવશુદ્ધિકાર તે બ્રહ્મના સર્વજ્ઞત્વનું સમર્થન આ પ્રમાણે કરે છેપૂર્વોક્ત રીતે વિદ્યમાન સંપૂર્ણ પ્રપંચના સાક્ષાત્કારને સંભવ છે અને તેથી તેનાથી ઉત્પન્ન કરવામાં આવેલા સંસ્કારને આશ્રય હોવાથી સમરણની ઉપપત્તિ છે માટે ભૂતકાલીન સર્વ વસ્તુના અવભાસની સિદ્ધિ છે. સૃષ્ટિની પહેલાં માયા સુજયમાન સર્વ પદાર્થના સ્કૂરણરૂપે, જીના અદષ્ટ અનુસાર, વિવર્તમાન (અર્થાત્ પરિણામ પામતી) હોઈને તેના સાક્ષી તરીકે માયાપાધિક હેઈને બ્રહ્મમાં પણ તેના સાધકત્વની સિદ્ધિ છે તેથી અનાગત (ભવિષ્યની) વસ્તુવિષયક વિજ્ઞાનની ઉપપત્તિ છે. (આમ બ્રહ્મમાં સર્વજ્ઞત્વ સંભવે છે)..
વિવરણ : પ્રકટાથકારના મતાનુસાર અતીત અને અનાગત પ્રપંચવિષયક પણ ઈશ્વરનું માયાવૃત્તિપ્રતિબિંબરૂપ જ્ઞાન અપક્ષ છે. જ્યારે તવશુદ્ધિકાર માને છે કે અતીતાદિ વિષે તે જીવની જેમ ઈશ્વરને પણ પરોક્ષજ્ઞાન જ હોઈ શકે. લોકમાં જઈએ છીએ કે પ્રત્યક્ષ જ્ઞાનને સ્વભાવ જ એવો છે કે તે વર્તમાન વસ્તુ વિષયક જ હોય છે અને આ અનુભવસિદ્ધ સ્વભાવનું ઉલ્લંઘન કરવા માટે કઈ કારણ નથી. શાસ્ત્ર ઈશ્વરના સર્વજ્ઞત્વનું પ્રતિપાદન કરે છે પણ ઈશ્વરના જ્ઞાનના પરાક્ષત્વ કે અપક્ષવ અંગે તે ઉદાસીન છે. ઈશ્વરને પણ વિદ્યમાન વસ્તુના સાક્ષાત્કારથી ઉત્પન્ન કરવામાં આવેલા સંસ્કાર હોઈ શકે તેથી અતીત પદાર્થોનું સ્મરણ સંભવે છે. અનાગત વસ્તુનું પણ જ્ઞાન સંભવે છે સુષ્ટિની પહેલાં જીવોનાં અદષ્ટાનુસાર રાજ્યમાન સવ' પદાર્થોની વૃત્તિરૂપે માયા પરિણામ પામે છે અને આ માયાવૃત્તિમાં પ્રતિબિંબિત થતો હોઈને તેના સાક્ષી માપાધિક બ્રહ્મમાં પણ માયાની વૃત્તિની પ્રતિ કત્વની સિદ્ધિ થાય છે. આમ બ્રહ્મમાં અનાગત વસ્તુવિષયક વૃત્તિપ્રતિબિંબરૂપ જ્ઞાનની ઉપપત્તિ છે. ઈશ્વરને ત્રણે કાળના સકલ પ્રપંચનું જ્ઞાન હોઈને તે સર્વજ્ઞ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org