________________
પ્રથમ પરિચછેદ
૧૧ કરી છે. કોઈ એમ કહે કે “હળ ગાય વગેરેનું ઉદ્વહન કરે છે તો તેને વાઓથ લઈ રામય નહિ, ગાય વગેરે હળ ખાતાં નથી, તેથી હળ મુખ્ય અર્થમાં ગાય વગેરેનું ઉદવહન કરનાર અર્થાત તેમને ટકાવી રાખનાર નથી. પણ હળ હોય તે ખેતી દ્વારા ગાય વગેરેની સ્થિતિમાં હેતુભૂત પરાળ વગેરે તેમના ખેરાકની પ્રાપ્તિ થાય છે તેથી કરીને ઉપચારથી કહ્યું છે કે હળ ગાય વગેરેનું ઉદૃવહન કરે છે. તે જ રીતે સ્વપ્નના રથાદિ પદાર્થોની ઉપલબ્ધિમાં હેતુભૂત ધમૌદિને જીવ કર્તા છે તેથી રથાદિના પ્રતિભાનમાં એ રીતે જીવ નિમિત્ત બને છે. એ દષ્ટિએ ઉપચારથી તેને સ્વપ્નસૃષ્ટિને કર્તા કહ્યો છે એમ ભાષ્યકાર શંકરાચાર્યે વ્યાખ્યા કરી છે (બ્ર સૂ. શાંકરભાષ્ય ૩.૨.૪). આથી વિવરણમાં જીવન સુખાદિને કર્તા કહ્યો છે તે પણું ઉપચારથી કહ્યું છે એમ સ્પષ્ટ થાય છે; કારણ કે “મારે સુખદુઃખાદિ સજવાનાં છે” એવું આલેચનાત્મક જ્ઞાન ન હોવા છતાં સુખાદિનું દર્શન થાય છે તેથી મુખ્ય કત્વ સંભવે નહિ, એ ઓપચારિક કતૃત્વ જ હેઈ શકે. કલપતરૂમાં વીક્ષણમાત્રથી સાખે છે એમ કહ્યું છે ત્યાં પણ વીક્ષણ થી “મારે આ સજવાનું છે એવું આલેચનરૂપ વીક્ષણ વિવક્ષિત છે તેથી તેની સાથે કોઈ વિરોધ નથી એવો ભાવ છે.
अनेनैव निखिलप्रपञ्चरचनाकतभावेनार्थसिद्धं सर्वज्ञत्वं ब्रह्मणः “સાર નિવા” (. ૨૨૩) ફુલ્યવરો જે ના
થત છે (૮)
આ સમગ્ર પ્રપંચરચનાના કવથી જ બ્રહામાં અર્થતઃ સિદ્ધ થયેલ સર્વજ્ઞવનું “(બ્રહ્મ સર્વજ્ઞ છે, કારણ કે શાસ્ત્રને કર્તા છે (બ. સૂ. ૧.૧.૩) એ અધિકરણમાં વેદકતૃત્વથી પણ સમર્થન કરવામાં આવ્યું છે. (૮)
વિવરણ : “ઝમાહ્ય રતઃ” (બ. સૂ. ૧૧.૨) એ સૂત્રથી સમગ્ર જગતને કર્તા હેઈને ઉપાદાન છે એમ બ્રહ્મન નું લક્ષણ આપ્યું છે તેથી બ્રહ્મનું સર્વશત્વ અર્થતઃ સિદ્ધ થાય છે કારણ કે સર્વજ્ઞત્વ વિના બ્રહ્મ સમગ્ર જગત્મષ્ટિની ઉત્પત્તિ–સ્થિતિ–સંહાર-કર્તા હેઈ શકે નહિ. બ્ર.સ. ૧૧.૩માં તે બ્રહ્મને વેદને કર્તા કહીને તેના સર્વજ્ઞત્વની સીધી જ સિદ્ધિ કરી છે. આમ પૂર્વ સૂત્રમાં જે અતઃ સિદ્ધ હતું તેની અહીં સિદ્ધિ કરી છે. પૂર્વ સૂત્રનું તાત્પર્ય બ્રહ્મના લક્ષણપરક છે, સવજ્ઞવપરક નથી તેથી ત્યાં સર્વજ્ઞત્વ અર્થતઃ સિદ્ધ છે કારણ કે તેના વિના બ્રહ્મ જગતને ઉત્પત્તિ-સ્થિતિ–સંહાર કરનાર બને નહિ.
જ્યારે બ્રાસ, ૧.૧.૩ તે સર્વજ્ઞત્વ સિદ્ધ કરવા માટે જ છે. “બ્રહ્મ સવનું છે કારણ કે શાસ્ત્રને કર્તા છે' એવી સૂત્ર યેજના છે. (૮).
(९) अथ कथं ब्रह्मणः सर्वज्ञत्वं सङ्गच्छते, जीववदन्त:करणाभावेन ज्ञातृत्वस्यैवायोगात् ।
अत्र सर्ववस्तुविषयसकलप्राणिधीवासनोपरक्ताज्ञानोपाधिक ईश्वरः । સિ-૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org