SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અને નષ્કર્મોસિદ્ધિકાર એક જ છે–પુરેશ્વરાચાર્ય. આ ચિંતકેની સંક્ષિપ્ત માહિતી નીચે આપી છે : બ્રહ્મસિદ્ધાર મંડન મિશ્ર (ઈ.સ. ૭૫૦–૮૫) સાંપ્રદાયિક માન્યતા અનુસાર મ ડનમિશ્ર પહેલાં પૂવમીમાંસાના પંડિત અને કર્મનિષ્ઠ હતા. અને પાછળથી શંકરાચાર્યના સંપર્કમાં આવતાં તેમણે સંન્યાસ ગ્રહણ કર્યા અને સુરેશ્વરાચાર્ય તરીકે ઓળખાયા. વિદ્વાનમાં આ અંગે મતભેદ છે. કેટલાક મંહનમિત્ર અને સુરેશ્વરને એક માને છે પણ મોટા ભાગના તેમને જુદા માને છે કારણ કે વિચારોમાં ઘણું વૈલક્ષય છે. કેટલાક તે મંડન મિશ્રને શંકરાચાર્યના વૃદ્ધ સમકાલીન માને છે. વાચસ્પતિમિર્થ બ્રહ્મતત્વસમીક્ષા ગ્રંથ લખ્યો (જે મળતું નથી પણ વાચસ્પતિએ પતે તેને ઉલેખ કર્યો છે–) જે બ્રહ્મસિદ્ધિની વ્યાખ્યારૂપ હતું એમ મનાય છે વાચસ્પતિ પણ મંડન મિશ્રની જેમ જીવને અવિદ્યાને આશ્રય માને છે, અને તેથી જ પ્રકટ થંકાર અનુભૂતિસ્વરૂપ જેવા વાચસ્પતિને મંડપૃષ્ઠસેવી' કહે છે. મંડન મિશ્રની પ્રતિભા અસામાન્ય હતી એમાં કોઈ શંકા નથી. તેમની આ કૃતિઓ જાણીતી છે : (૧) બ્રહ્મસિદ્ધિ (આ ગ્રંથ Madras Govt. Oriental Manuscripts Library series માં પ્રકાશિત થયે છે)-તેની વ્યાખ્યાઓ–વાચસ્પતિમિત્રકૃત બ્રહ્મતત્વસમીક્ષા, ચિસુખાચાયત અભિપ્રાયપ્રકાશિકા, આન દપૂર્ણકૃત ભાવશુદ્ધિ કે ટીકારન અને શંખપાણકૃત બ્રહ્મસદ્ધિીકા (૨) વસ્ત્રા -૧૬ર પદ્યોના આ ગ્રંથમાં પંચખ્યાતિનું પ્રતિપાદન છે. Journal of Oriental Research, Madrasમાં મુદ્રિત થયેલ છે. બીજા પણ મીમાંસાશાસ્ત્ર સંબંધી તેમજ અન્ય ગ્રંથે તેમણે રચ્યા હતા. પચંપાદિકાકાર પદ્મપાદ અને વિવરણકાર પ્રકાશાત્મન પાપાદ શંકરાચાર્યના સાક્ષાત શિષ્ય હતા. એમ કહેવાય છે કે તેમણે પિતાના ગુરુ પાસેથી ત્રણ વાર બ્રહ્મસત્રશાંકરભાષ્યને પાઠ ગ્રહણ કર્યો હતો. આચાર્યની અનુજ્ઞાથી તેમણે ભાષ્ય પર પડ્યgવાં નામની ટીકા લખી. એવી એક દંતકથા છે કે પૂર્વમીમાંસાના પંડિત અને કર્મનિષ્ઠ એવા પિતાના સગાને ત્યાં આ ટીકા મૂકીને પદ્મપાદ તીર્થયાત્રાએ ગયા. જુદા મતના હોવાને કારણે તે સગાને ષ થયો પણ કાપવાદની બીક હતી તેથી પથપાદિકાને ભસ્મસાત્ કરવા ઇચ્છતા તેમણે પોતાનું ઘર જ બાળી નાખ્યું. આમ પંચપાદિક નષ્ટ થઈ ગઈ, પણુ ગુરુ શંકરાચાર્યે જેટલું યાદ અપાવ્યું તે પદ્મપાદે ફરીથી લખ્યું. અને આમ અધ્યાસભાષ્ય અને પહેલા ચાર સૂત્રો પરના ભાષ્યની ટીકા રૂપે પંચપાલિકા મળે છે, તેના પર ઘણી વ્યાખ્યાઓ છે પરંતુ સૌથી મહત્વની છે પ્રકાશાત્મયતિકૃત પતિવિવરણ જેને લીધે વિવરણપ્રસ્થાન અસ્તિત્વમાં આવ્યું પદ્મપાદ બીજા ગ્રંથ પણ લખ્યા છે જેવા કે વિજ્ઞાનદીપ, કારમયોધ્યાહ્યા વગેરે, પણ તેમના કdવ વિશે સબળ પ્રમાણ નથી. પ્રકાશાત્મા (ઈસ ૧૦૦૦) અનન્યાનુભવના શિષ્ય અને તત્વશુદ્ધિકાર જ્ઞાનધનના સમકાલીન હતા. પ્રકાશાત્માએ પદ્મ પદની પંચપ દિકા પર વિવરણ લખ્યું. અદ્વૈત વેદાન્તના મુખ્ય બે પ્રસ્થાનના પ્રચારમાં ભામતીકાર વાચસ્પતિ અને વિવરણકાર પ્રકાશામાં કારણભૂત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy